Only Gujarat

Bollywood TOP STORIES

ફરદીન ખાનથી લઈ સંજુબાબા પરિવાર માટે બન્યા હતા કલંક, આજે પણ શરમથી ઝૂકી જાય છે માથું

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લીધે તેની અને શિલ્પા શેટ્ટીને પણ ઘણું નુકસાન થયું છે. અશ્લીલ ફિલ્મો બનાવી એક એપ દ્વારા લોકોને બતાવવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે રાજ કુન્દ્રાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલાં એક્ટ્રેસ અને મોડેલ શર્લિન ચોપરાને પણ પોલીસે સમન્સ પાઠવ્યું હતું. આ પછી શર્લિન ચોપરાએ ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યાં હતાં. જોકે, આ પહેલાં પણ કેટલાય બોલિવૂડ સ્ટાર ગંદા કામ કરતાં રંગે હાથ ઝડપાયા ચૂક્યા છે. જેના વિશે અમે તમને જણાવીએ.

શાઇની આહુજા
શાઈની આહુજા પર પોતાની નોકરાની પર રેપ કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના વર્ષ 2011ની છે. આ કેસમાં શાઈનીને સાત વર્ષની સજા થઈ હતી. આ કેસને લીધે શાઈનીનું નામ તો ખરાબ થયું પણ તેમનું કરિયર પણ બરબાદ થઈ ગયું હતું.

વિજય રાજ
એક્ટર વિજય રાજે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં સારા રોલ પ્લે કર્યા છે. જ્યારે વિજય રાજ વર્ષ 2005માં ફિલ્મ ‘દીવાને હુએ પાગલ’નું શૂટિંગ કરી રહ્યા હતાં. ત્યારે વિજય રાજેને આબુ ધાબી પોલીસે ડ્રગ્સ સાથે પકડ્યો હતો. આ પછી તે ઘણાં સમય સુધી બોલિવૂડમાંથી દૂર રહ્યા હતાં.

શ્વેતા વાસુ પ્રસાદ
એક્ટ્રસ શ્વેતા વાસુ પ્રસાદની વેશ્યાવૃત્તિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રસને એક હોટેલમાંથી રંગે હાથ ઝડપી હતી. આ કેસમાં નામ સામે આવ્યા પછી તેમની ખૂબ જ આલોચના થઈ હતી. આ પછી પોલીસે એક્ટ્રસને સુધારા ગૃહમાં મોકલી દીધી હતી. જોકે, હવે શ્વેતા પોતાના ફિલ્મી કરિયરમાં વ્યસ્ત છે.

મંદાકિની
એક્ટ્રસ મંદાકિનીએ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં બોલ્ડ સીન આપ્યા હતાં. જેને લીધે તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી. મંદાકિનીનું નામ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાઈ ચૂક્યું છે. બંનેના તે દરમિયાન સાથે હોય તેવા ફોટો પણ વાઇરલ થયાં હતાં. જેને લીધે મંદાકિનીનું ફિલ્મી કરિયર બરબાદ થઈ ગયું અને તે બોલિવૂડમાં પોતાનું નામ બનાવી શકી નહોતી.

ફરદીન ખાન
એક્ટર ફરદીન ખાનને વર્ષ 2001માં પોલીસે મુંબઈના જુહૂના એક વિસ્તારમાં કોકિન ખરીદવાના આરોપમાં રંગે હાથ ઝડપ્યો હતો. આ પછી તેનું કરિયર બરબાદ થઈ ગયું હતું.

શક્તિ કપૂર
એક્ટર શક્તિ કપૂરને તેમના એક નિવદનને લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વર્ષ 2005માં એક ટીવી રિપોર્ટરને કહ્યું હતું કે, ‘હું તમને પ્રેમ આપવા માંગુ છું, અને તારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે તો તે કરવું પડશે જે હું કરવા માટે કહીશ.’ આ પછી શક્તિ કપૂરની ખૂબ જ આલોચના થઈ હતી.

સંજય દત્ત
એક્ટર સંજય દત્તનો વિવાદો સાથે ઘણો સંબંધ રહ્યો છે તેવું કહી શકાય. વર્ષ 19933માં થયેલા મુંબઈ બ્લાસ્ટ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ઘરમાંથી AK 56 રાઇફલ સહિત ઘણી વધુ વસ્તુ મળી હતી. જેને લીધે સંજય દત્તને જેલની સજા પણ થઈ હતી.

અમન વર્મા
એક સ્ટિંગ ઓપરેશનમાં એક્ટર અમન વર્મા એક છોકરીને કામ આપવાને બહાને તેની સાથે સેક્સુઅલ ફેવર માંગતા રંગે હાથે પકડાયા હતાં. આ પછી તેમની ખૂબ જ બદનામી થઈ હતી.

You cannot copy content of this page