બિકીની પહેરીને યુવતી સ્કૂલમાં પહોંચી ને બધાં સ્ટુડન્ટ્સ આંખો ફાડીને જોતાં જ રહી ગયા

Viral Video: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં છોકરી બિકિની પહેરીને કોલેજમાં ક્લાસરૂમમાં જાય છે. બીજા વિદ્યાર્થીઓ અને ખુદ ટીચરને આ કામ અશોભનીય લાગ્યું હતું. છોકરીએ જેવો ક્લાસરુમમા પગ મૂક્યો કે તરત જ બધા તેને જોવા લાગ્યાં હતા. આ ઘટના ક્યાંની તેને લઇને કોઇ ચોક્કસ જાણકારી મળી રહી નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો એક મિનિટ અને 30 સેકન્ડનો છે. આ વીડિયોમાં એક ક્લાસ જોવા મળે છે. ક્લાસમાં બિકિની પહેરેલી આ વિદ્યાર્થિની આગળની હરોળમાં બેઠેલી જોવા મળી રહી છે. વીડિયોમાં લેડી ટીચર સ્ટુડન્ટને બિકિની પહેરવા માટે ટોકે છે અને તેને કેટલાક સવાલ કરે છે, સવાલ સાંભળીને છોકરી ભડકી જાય છે અને ઉલટાનું ટીચરને બોલે છે. તેમની વચ્ચે ચાલી રહેલો આ ઉગ્ર સંવાદ ક્લાસમાં હાજર બીજા વિદ્યાર્થીઓ સાંભળી રહ્યાં છે.

વાયરલ વીડિયોમાં ટીચર વિદ્યાર્થીને પૂછે છે કે, શું તારી મા પણ આવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળે છે? છોકરીએ ટીચરની આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે ‘હું અહીં મારી બેગ અને પુસ્તકો લઈને ભણવા આવી છું. હું મારી મરજીથી આ ડ્રેસ પહેરીને આવી છું.

વીડિયો વાયરલ થયા બાદ લોકોને લાગ્યું કે સ્કૂલ-કોલેજ જેવા વિદ્યાધામોમાં આવા અશોભનીય કપડાં પહેરીને આવવું અયોગ્ય છે. સ્ટુડન્ટ સામે કાર્યવાહીની જરુર છે.