Only Gujarat

National

મેટ્રોમાં યુવક-યુવતી કરતાં હતાં મજા ને અચાનક મહિલાએ યુવતીને માર્યો ધક્કો પછી…..

couple and other woman in Delhi Metro goes viral: દિલ્હીમાં મેટ્રોમાં મુસાફરી દરમિયાન કપલની અંગત પળો માણતા વીડિયો વારંવાર વાયરલ થતા રહે છે. મેટ્રો દિલ્હીના લોકો માટે લાઇફલાઇન ગણાય છે. મેટ્રોની અંદર કોઈ આપત્તિજનક વર્તન કરે અથવા તો મેટ્રોમાં ધક્કા મુક્કીના વીડિયો વાયરલ થતા રહે છે. ફરી એક વખત દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા યુવક-યુવતી સાથે ઝઘડો કરી રહી છે

વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે. જોકે અમે આ વીડિયોની પુષ્ટી કરતા નથી. આ વીડિયોમાં એક મહિલા એક યુવક-યુવતી સાથે લડાઇ કરી રહી છે. મેટ્રોની અંદર મહિલા યુવતીને ધક્કો પણ મારી દે છે.

વીડિયોમાં જોવા મળી રહેલી આ મહિલા બોલતા બોલતા અચાનક મેટ્રોમાં ઉભેલી યુવતીને ધક્કો મારી દે છે. જેનાથી યુવતી મેટ્રોની સીટ પર આવીને પડે છે અને તે બૂમ પાડે છે કે પાગલ છે કે શું… યુવતીની સાથે સફર કરી રહેલો યુવક પણ મહિલા સાથે લડાઇ કરવા લાગે છે. એટલામાં બધાની વચ્ચે જોરદાર બબાલ થઇ જાય છે.

ઘટના સમયે મેટ્રોમાં અન્ય મુસાફરો મુસાફરી કરતા હોય છે પરંતુ કોઇ તેમને રોકવાનો પ્રયાસ કરતું નથી.

You cannot copy content of this page