Only Gujarat

International

પાર્લરે યુવતીના વાળમાં ઘોડાના વાળ લગાવી દીધા પછી જે થયું તે જાણીને થશે અચરજ

એશફોર્ડઃ મહિલાઓને પોતાના વાળ પ્રત્યે ઘણો જ પ્રેમ હોય છે. તે વાળની સંભાળ માટે અનેક પ્રયાસો કરે છે. જોકે, વાળ ખરવાની શરૂઆત થાય તે માટે તેનાથી બચવા માટે અનેક ઉપાયો કરે છે. આવું જ કંઈક ઇંગ્લેન્ડના એશફોર્ડ શહેરમાં એક મહિલાના વાળ ઘણાં જ ઉતરી ગયા હતા અને તેથી જ તેણે નકલી વાળ લગાવવાનું નક્કી કર્યું હતું. મહિલાએ બ્યૂટીપાર્લરમાં નકલી વાળ લગાવ્યા હતા.

એશફોર્ડની 27 વર્ષીય લેસી પ્રાઈસે કહ્યું હતું કે તે હેર એક્સટેન્શન કરાવ્યા બાદ ઘણી જ ડરી ગઈ હતી. તેણે બેવાર વાળ ધોયા પછઈ ખરવા લાગ્યા હતા. તેને ટાલ દેખાવવા લાગી હતી.

લેસીએ કહ્યું હતું કે હેર એક્સટેન્શન માટે તેણે હેર ડ્રેસરને 425 પાઉન્ડ (અંદાજે રૂ. 44015.59) આપ્યા હતા. તેનામાં એમ કહીને નકલી વાળ લગાવવામાં આવ્યા હતા કે આ રશિયન યુવતીના અસલી વાળ છે અને સારી ક્વોલિટીના છે. જોકે, યુવતી હવે દાવો કરે છે કે આ વાળ ઘોડાના છે.

વધુમાં લેસીએ કહ્યું હતું કે જ્યારે તેણે પોતાના વાળ ધોયા ત્યારે તેને તેના વાળ એકદમ ડ્રાય લાગ્યા હતા. તેને માથામાં ખંજવાળ આવતી હતી. આટલું જ નહીં, વાળ ઝડપથી ખરવા લાગ્યા હતા. આ જ કારણે તેને માથાના પાછળ ભાગમાં ટાલ પડવાની શરૂઆત થઈ હતી.

લેસીએ સો.મીડિયામાં આ અંગે વીડિયો પણ શૅર કર્યો હતો અને બ્યૂટીપાર્લવ વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ લોકપ્રિય થયો હતો. અનેક યુઝર્સે દાવો કર્યો હતો કે તેના વાળ અસલી નહીં, પરંતુ સિન્થેટિક છે. આ કોઈ માણસના વાળ નથી.

લેસીએ આગળ જણાવ્યું હતું કે સામાન્ય રીતે તે હેર એક્સટેન્શન જાતે જ કરે છે. જોકે, તેણે આ પાર્લરના ઘણાં જ વખાણ સાંભળ્યા હતા. આથી જ તે પાર્લર ગઈ હતી. તેને શરૂઆતમાં આ વાળ સારા લાગ્યા હતા. જોકે, જ્યાં સુધી વાળ ધોવામાં ના આવે ત્યાં સુધી ખબર ના પડે કે તે કેવા છે. બેવાર વાળ ધોયા બાદ તેણે પાર્લરનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તેના વાળ ખરી રહ્યા છે. તેના વાળ એકદમ ખરાબ થઈ ગયા છે. જોકે, પાર્લરે તેની એક પણ વાત કાને ધરી નહોતી. તેણે અત્યાર સુધી પાર્લરને 8 મેલ કર્યા છે. જોકે, એમ પણ મેલનો જવાબ તેને આપવામાં આવ્યો નથી.

કોઈ જવાબ ના આવતા લેસી સીધી પાર્લર ગઈ હતી અને મેનેજર સાથે વાત કરી હતી. જોકે, મેનેજરે તેને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે તેમણે કંઈ જ ખોટું કર્યું નથી અને તેને પૈસા પરત મળશે નહીં. જોકે, લેસીએ આ આખી ઘટનાની વાત સો.મીડિયામાં કરીને અન્ય મહિલાઓના પૈસા બચાવ્યા છે. જોકે, પાર્લરના મેનેજરે કહ્યું હતું કે તેઓ જે વાળ આપે છે, જે 100 ટકા મનુષ્યના જ હોય છે.

You cannot copy content of this page