Only Gujarat

Business TOP STORIES

ક્યારેય આવ્યો છે આ વિચાર કે જો ધરતી પરથી સોનું જ પૂરું થઈ જાય તો શું થશે?

ભારતીય સંસ્કૃતિ મુજબ હવે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. એવામાં ફરી એકવાર સોના અંગે ચર્ચા થઈ રહી છે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લીધે આવેલી મંદીમાં લોકો ગોલ્ડ બોન્ડ તરીકે કિંમતી ધાતુની ખરીદીમાં વધારે રસ ધરાવે છે, પણ સોનાની કિંમત વચ્ચે સતત એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે, શું દુનિયાની ખાણોમાંથી સોનું પતી જવાનું છે? શું તમે ક્યારેય વિચાર્યું છે, જો ધરતી પર સોનું પતી જાય તો શું થશે?

આ બાબતે વિશેષજ્ઞ છેલ્લાં ઘણાં સમયથી સોનું પતી જવાની વાત કરી રહ્યાં છે. જેને પીક ગોલ્ડ કહેવામાં આવે છે. એટલે કે તે અવસ્થા જ્યારે ખાણમાંથી બધુ સોનું કાઢી લીધું હશે. કેટલાક વિશેષજ્ઞ મુજબ આજે આપણે તે સ્ટેજ પર પહોંચી ગયા છીએ અને સોનું ઘટી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2019માં આખી દુનિયામાંથી લગભગ 3,531 ટન સોનું નીકળ્યું હતું.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રવક્તા હન્નાહ બ્રાન્ડ્સટીટર મુજબ, ‘આવનારા વર્ષમાં સોનાનું માઇનિંગ વધુ ઓછું થઈ શકે છે. જેને લીધે નવી ખાણોની શોધમાં અછત થશે, કેમ કે સોનું ક્યાંકને ક્યાંક ઘટી રહ્યું છે.’

વિશ્વભરમાં કેટલું સોનું બાકી છે, આ વાતનો અંદાજ માઇનિંગ કંપનિઓ ઘણી રીતે લગાવે છે. WGCના મુજબ, અત્યારે જમીનની નીચે લગભગ 54,000 ટન સોનું છે, જેનું માઇનિંગ થવાનું બાકી છે, પણ જમીન નીચે દબાયેલા સોનામાંથી અત્યાર સુધી કાઢવામાં આવેલું સોનું માત્ર 30 ટકા જ છે. બાકી સોનું આપણાં ઘર અથવા બેન્કમાં જતું રહ્યું છે.

વર્ષ 2035 સુધી પતી જશે સોનું
વૈશ્વિક કંપની ગોલ્ડ મેન સૈશ મુજબ, વર્ષ 2035માં વિશ્વમાંથી સોનું પતી જશે. સોનાની ખાણો ખાલી થઈ જવાની છે. નવી ખાણોની શોધ ન થવાને લીધે અત્યારેથી આ હાલત જોવા મળી રહી છે.

બીજા ગ્રહ પર પણ થઈ રહી છે સોનાની શોધ
એક રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિક અત્યારે ચંદ્ર પર પણ સોનાની સંભાવના જોઈ રહ્યાં છે. એવામાં જો બીજા ગ્રહ પર સોનું મળી જાય તો સ્પેસથી તેને ખોદી ધરતી પર લાવવું, સોનાની કિંમત કરતા વધારે મોંઘું હશે. અત્યારે તેના પર આટલું કામ કરવામાં આવી રહ્યું નથી.

તેલ જેવા પ્રાકૃતિક ઇંધણની તુલનામાં સોનાની ખાસ વાત છે કે, આ રિસાઇકલ કરી શકાય છે. એવામાં જો ઘરતીની અંદરનું સોનું પતી જાય તો, ઘરોમાં રાખેલું સોનાનો નવી રીતે ઉપયોગ કરવામાં આવી શકે છે.

You cannot copy content of this page