Only Gujarat

FEATURED Sports

તેંડુલકરની લાડલીનું આ ક્રિકેટર સાથે ચાલે છે ચક્કર, સચિને પણ સ્વીકારી લીધો છે ભાવિ જમાઈ તરીકે!

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર એવા સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે આજે પોતાનો 23મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સારાના પરિવાર અંગે તો સંપૂર્ણ વિશ્વ જાણે છે, પરંતુ સારા સાથે જોડાયેલી અમુક વાતો એવી છે જે તેના અને સચિનના ફેન્સને ભાગ્યે જ ખબર હશે. મુંબઈમાં જન્મેલી સારાએ યુનિવર્સિટી કોલેજ, લંડન (યુસીએલ)થી મેડિસિનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મહત્વી વાત એ છે કે, સચિનની પત્ની અંજલી ગુજરાતી છે.

સારા તેંડુલકરનું નામ રમત જગતના સૌથી ફેમસ સેલિબ્રિટી સ્ટાર કિડ્ઝમાં આવે છે, હવે તે અભ્યાસ બાદ પોતાના દમ પર કંઈક કરવા તૈયાર છે અને પોતાની અલગ ઓળખ બનાવવા તરફ આગળ વધી રહી છે. ફેન્સને જાણીને નવાઈ લાગશે કે, સારાનું નામ એક લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટ ‘સહારા કપ’ના નામે રાખવામાં આવ્યું છે. 1997માં સચિને કેપ્ટન તરીકે જીતેલી આ પ્રથમ ટૂર્નામેન્ટ હતી.

વર્ષ 1990માં જ્યારે સચિન તેંડુલકરે માન્ચેસ્ટરમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી ત્યારે તેને ભેટમાં શેમ્પેનની બોટલ મળી હતી. સચિન તે સમયે અંડર-18 હોવાને કારણે તેણે આ બોટલ ખોલી નહોતી. પરંતુ 8 વર્ષ બાદ સારાના જન્મની ખુશીમાં તેણે આ શેમ્પેન ખોલી હતી. સ્ટાર કિડ હોવાના કારણે સારા માટે ઘણીવાર મુશ્કેલીઓ પણ ઊભી થઈ હતી. વર્ષ 2018માં પોલીસે અંધેરીથી એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરી હતી જે સારાના નામે ફેક અકાઉન્ટ બનાવી મોટા નેતાઓની પોસ્ટ પર આપત્તિજનક કોમેન્ટ કરતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રણવીર સિંહ સારા તેંડુલકરનો ફેવરિટ બોલિવૂડ એક્ટર છે અને ‘બાજીરાવ મસ્તાની’ તેની સૌથી ફેવરિટ ફિલ્મ છે. સારાને ફિલ્મ્સનો ઘણો શોખ છે અને તે ઘણીવાર પોતાના મિત્રો સાથે મલ્ટીપ્લેક્સમાં જતી હોય છે. અમુક સમય અગાઉ એવી અફવાઓ પણ ઉડી હતી કે સારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શાહિદ કપૂર સામે ડેબ્યૂ કરવા જઈ રહી છે. જોકે, સચિને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા.

અમુક દિવસ અગાઉ સારા તેંડુલકરે પિતા સચિન સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બાળપણની આ તસવીર સાખેના કેપ્શનમાં સારાએ લખ્યું હતું કે,‘એક પ્રોટેક્ટિવ, કેરિંગ અને ક્રેઝી પિતા બનવા બદલ આભાર પાપા.’સારા અને અર્જુનની બોન્ડિંગ ભાઈ-બહેન કરતા બેસ્ટ ફ્રેન્ડ જેવી છે. સારા ભાઈ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

માતા અંજલી સાથેની તસવીર મધર્સ-ડે પર શેર કરતા સારાએ લખ્યું હતું કે,‘તમે અમારી માટે જે કર્યું છે અને જે કરી રહ્યાં છો, તેનું કોઈ મૂલ્ય ચૂકવી શકતા નથી. અમે ત્રણેય તમને તમે વિચારો છો તેના કરતા પણ ઘણો વધારે પ્રેમ કરીએ છીએ.’

સચિનની બાયોપિક ‘સચિનઃ એ બિલિયન ડ્રીમ્સ’ના પ્રિમિયર પર સારાએ કહ્યું હતું કે,‘બાળપણમાં હું મારા પિતાની મહાનતાથી અજાણ હતી. મારી માટે તેઓ એક સામાન્ય પિતાની જેમ જ હતા. પરંતુ તેમની બાયોપિક જોયા બાદ મને ખબર પડી કે લોકો તેમના વિશે શું વિચારે છે.’ પાર્ટી કે કોઈ મોટી ઈવેન્ટમાં ઘણીવાર સારા ફેમિલી અથવા મિત્રો સાથે જોવા મળતી રહે છે. તે વેસ્ટર્નની સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે.

સારાનું નામ ઘણીવાર યુવા ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઈ ચૂક્યું છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમના રિલેશનશિપની ચર્ચાઓને આડકતરી રીતે સમર્થન આપતા હોય છે. અમુક સમય અગાઉ સારાએ ગિલની ફિલ્ડિંગનો એક વીડિયો શેર કર્યો હતો જે આઈપીએલ 2020ની એક મેચનો જ હતો. આવી ઘટના અગાઉ પણ સમયાંતરે જોવા મળતા તેમની વચ્ચે સંબંધ હોવાની ચર્ચા વારંવાર થતી રહે છે. શુભમન ગિલ હાલ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલ 2020માં રમી રહ્યો છે.

You cannot copy content of this page