Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના આ એપિસોડમાં જોવ મળ્યાં હતાં દિશા વાકાણીના માતા-પિતા

છેલ્લાં ઘણાં વર્ષોથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોનો મનગમતી સીરિયલ છે. દર્શકોને આ સીરિયલના બધાં જ પાત્રો ખૂબ જ ગમે છે અને તેના મજાના કિસ્સા ભલભલાને હસાવી દે છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની એવી એક વાત સામે આવી છે જે તમે પણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

તારક મહેતામાં દયા બેનના રૂપમાં દિશા વાકાણી સૌથી વધારે લોકપ્રિય બની. તેના બોલવાના અંદાજથી લઈને હસવાની આદત, બધુ જ સૌથી અનોખું હતું અને ફેન્સને તે બધું જ ખૂબજ ગમ્યું. પરંતુ છેલ્લાં બે વર્ષથી દિશા શોમાં જોવા મળી નથી.

ત્યારે હવે એક એન્ટરટેનમેન્ટ પોર્ટલે એવા સમાચાર શેર કર્યા છે કે, બધાંને આશ્ચર્ય થાય. એક પોર્ટલે દાવો કર્યો છે કે, તારક મેહતાના એક એપિસોડમાં દિશા વાકાણીનાં માતા-પિતા પણ શૂટિંગમાં હતાં.

એવું કહેવાય છે કે, દિશા વાકાણીનાં માતા-પિતાએ શોમાં એક્ટિંગ પણ કરી હતી. એક એપિસોડમાં તેઓ ચંપકચાચાના સંબંધી તરીકે દેખાયાં હતાં. ઉલ્લેખનિય છે કે, શોમાં ચંપકલાલ જેઠાલાલના પિતા અને દયાના સસરા છે.

તારક મહેતામાં એક એવો પણ રોલ છે, જે રિલય લાઇફમાં પણ દિશાનો સંબંધી છે. અમે વાત કરી રહ્યા છીએ સુંદર લાલની. જે રિયલ લાઇફમાં પણ દિશાનો ભાઇ છે. શોમાં પણ દિશા તેના ભાઇ સાથે જ કામ કરે છે.

જ્યારથી દિશા વાકાણી મા બની છે ત્યારથી શોમાં જોવા નથી મળી, પરંતુ હવે એવી વાતો સાંભળવા મળે છે કે, તે બહુ જલદી પાછી જોવા મળશે, પરંતુ હકિકત તો સમય આવ્યે જ ખબર પડશે. અત્યારે મકર્સ પણ દિશાને રિપ્લેસ કરવાના મૂડમાં નથી.

ઉલ્લેખનિય છે કે, લોકડાઉન દરમિયાન બહુ જલદી તારક મેહતાનું શૂટિંગ ફરી શરૂ થઈ શકે છે. કેટલાક નવા નિયમોનું પાલન કરતાં દર્શકોના ફેવરેટ શોના નવા એપિસોડ બહુ જલદી જોવા મળી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page