Only Gujarat

FEATURED International

સ્પેન, ઈટલી બાદ આ દેશમાં કોરોનાનો આતંક, ચારેબાજુ લાશોના ઢગલા, સર્જાયા ભયાવહ દ્રશ્યો

વોશિંગટનઃ દુનિયા કોરોના સંક્રમણની સામે ઝઝૂમી રહી છે. સંક્રમણને ટાળવા માટે ઘણા દેશો સતત સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ બ્રાઝિલ હવે સંક્રમણનું નવું કેન્દ્ર બની રહ્યું છે. આ દક્ષિણ અમેરિકાનો દેશ કોરોનાના કેસોમાં ત્રીજા ક્રમે છે. ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 32 હજાર 382 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અહીંની સ્થિતિ એટલી કથળી છે કે લાશોની લાંબી લાઇન લાગી છે. કબ્રસ્તાનમાં દફન કરવા માટે કોઈ જગ્યા બાકી નથી.

પાછલા 48 કલાકમાં અહીં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે, જેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે છેલ્લા 24 કલાકમાં ચેપના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

બ્રાઝિલના સાઓ પાઉલોમાં લેટિન અમેરિકન દેશોનું સૌથી મોટું કબ્રસ્તાન છે, જેનું નામ વિલા ફોર્મોસા છે. આ કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવનાર કામદારો હવે 8 કલાકને બદલે 12 કલાકની ફરજ બજાવી રહ્યા છે, તેમ છતાં તમામ મૃતદેહોને દફન કરવાની કામગીરી પૂર્ણ થતી નથી

ચેપનો ભોગ બનેલા લોકો ઝડપથી મરી રહ્યા છે. અહીંની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘણા લોકો તેમના સંબંધીઓની લાશને દફનાવવા માટે કબ્રસ્તાનની બહાર રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઘણા લોકોએ મૃતદેહને કબ્રસ્તાનની બહાર જ છોડી દીધા હતા.

બ્રાઝિલના તમામ કબ્રસ્તાન શબથી ભરાયેલાં છે. કોરોના પીડિતોના મૃત્યુ પછી, સબંધીઓ દ્વારા એકસાથે મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો શરૂઆતથી રોગચાળા અંગે બેદરકાર હતા. તેઓ કોઈપણ ફેસમાસ્ક વિના શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. એટલે સુધી કે, તેમણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ના કર્યુ અને સમર્થકો સાથે હાથ મિલાવ્યા હતા.

એકબાજુ અહીં તેજીથી સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. તો બીજી તરફ, સલુન્સ અને દુકાનો ખુલી રહી છે. બ્રાઝિલ સૌથી વધુ ચેપગ્રસ્ત દર્દીઓ સાથે વિશ્વના પ્રથમ ત્રણ દેશોમાં સામેલ છે. અહીં હોસ્પિટલોમાં બેડ દર્દીઓથી ભરેલા છે.

સોશિયલ ડિસ્ટેન્સ અંગે સરકારે કોઈ તકેદારી રાખી નથી. અહીં લોકોને બીચ અને સ્વિમિંગ પૂલમાં આવવા અને મનોરંજન કરવાની છૂટ છે. કોરોનાનાં વધતા ચેપ અને મૃત્યુના કોરોના આંકડા પછી ઘણા કબ્રસ્તાનમાં કબરો ખોદવામાં આવી છે. આ સાથે, લોકો સ્મશાન કર્મચારીઓની અછતને કારણે મૃતદેહોને ક્યારે દફનાવવામાં આવશે તેની રાહ જોતા હોય છે.

બ્રાઝીલમાં કોરોનાથી દરરોજ 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યા છે. જ્યારે દરરોજ 15 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. કોરોનાના શિકાર લોકો પોતાના સગાઓની સામે જ મરી રહ્યા છે.

કોરોના સંક્રમણને કારણે થઈ રહેલી ધડાધડ મોતો બાદ લાશોને એક સાથે દફનાવવામાં આવી રહી છે. તેના સિવાય મોતોની સંખ્યા વધારે હોવાને કારણે લોકો પોતાના લોકોને દફનાવવા માટે રાહ જોઈ રહ્યા છે.

આ ફોટો જોઈને બ્રાઝિલમાં કોરોનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.

You cannot copy content of this page