Only Gujarat

FEATURED National

એક સમયે ભીખ માગતો હતો આ છોકરો, આજે કોરોના કાળમાં દેવદૂત બનીને કરી રહ્યો છે લોકોની મદદ

કોચિઃ મુરુગન એસ, તે છોકરો, જે કોચિની શેરીઓમાં બાળપણમાં અજાણ્યા લોકો પાસે ભીખ માંગતો હતો. તેના પિતા દારૂડિયા અને માતા મજૂરી કામ કરતી હતી. માતાની કમાણી એટલી નહોતી કે, તે આરામથી તેનાં બંને બાળકોનું પેટ ભરી શકે. તેથી, મુરુગને પોતાનું બાળપણ કચરો ઉપાડવામાં અને ખાવાનો જુગાડ કરવામાં જ વિતાવ્યુ હતુ. પરંતુ હવે આ વ્યક્તિ ગરીબો માટે દૂત બનીને નિરાધાર લોકોને મદદ કરી રહ્યો છે.

એક દિવસ મુરુગન પર પોલીસની નજર પડી અને તેને અનાથાશ્રમમાં રાખ્યો. અહીં સાધ્વીઓએ વર્ષો સુધી તેની સંભાળ રાખી. થોડા સમય પછી તેણે ચાઈલ્ડલાઈનમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં 7 વર્ષ કામ કરતી વખતે તેણે થોડી બચત પણ કરી હતી અને તેમાંથી ઓટો રિક્ષા ખરીદી હતી.

2007માં બનાવી NGO: મુરુગને બીજી તરફ અનાથ બાળકો, વૃદ્ધો અને માનસિક રીતે અપંગ લોકોને રેસ્ક્યૂ કરવાનું શરૂ કર્યું. 2007માં મુરુગને સોશિયલ વર્કર બનીને એવા લોકો માટે કામ કરવાનું વિચાર્યું. તે જ વર્ષે તેણે ‘થેરુવોરમ’ એનજીઓ શરૂ કરી.

કોરોનાના સમય દરમિયાન જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સને કારણે તેમના ઘરોમાં કેદ થઈ રહ્યા છે, ત્યારે મુરૂગન અને તેના 8 સાથીઓ બેઘર અને ફસાયેલા લોકોને સલામત ઘરોમાં પહોંચાડી રહ્યા છે. તેમાંના મોટા ભાગના એવા લોકો છે કે જે કેરળ સિવાય અન્ય રાજ્યોથી આવ્યા છે

નવડાવીને સ્વચ્છ કપડા પહેરાવે છે મુરુગનઃ મુરુગન મુજબ 90% લોકો બીજા રાજ્યોના છે. તેમાંથી મોટાભાગના લોકો 20-40 વર્ષની વયના છે. તેમાંના મોટાભાગના લોકોને દારૂ અને ડ્રગ્સનું વ્યસન છે. જેના કારણે તેમનું જીવન બગડ્યું છે. ટૂંક સમયમાં આવા લોકો માનસિક દર્દીઓ બની જાય છે.

મુરુગન કહે છે કે તે આવા લોકોને નવડાવે છે. તેમને સ્વચ્છ કપડાં આપે છે. તે પછી તેમને મેન્ટર હોસ્પિટલ અથવા સેન્ટરમાં લઈ જાય છે. તેમણે કહ્યું કે તેઓ આવા કેસોમાં સ્થાનિક પોલીસની પરવાનગી લે છે.

‘થરુવરમ’માં 6 સહાયકો સહિત 8 લોકો છે. તેમાંથી 2 એમ્બ્યુલન્સ ડ્રાઇવરો છે. આ એમ્બ્યુલન્સ મલયાલમ ફિલ્મ એસોસિએશન દ્વારા એનજીઓને આપવામાં આવી છે. લોકોને તેના દ્વારા હોસ્પિટલ અથવા કેન્દ્રમાં લઈ જવામાં આવે છે.

એપ્રિલ સુધી 617 લોકોને સુરક્ષિત સેન્ટરો સુધી પહોંચાડ્યાઃ લોકડાઉન થયાના પહેલા થોડા અઠવાડિયામાં કેરળના 6 જિલ્લામાંથી 617 લોકોને બચાવ્યા હતા. આમાંના ઘણા એવા હતા જેઓ મહિનાઓથી નાહ્યાં નહોતા. તે જ સમયે, તેને એક એવી વ્યક્તિ પણ મળી જેના હાથમાં બંગડીઓ હતી. જેને ફાયર વિભાગની મદદથી તેને કાપવવી પડી હતી.

ઘણા એવોર્ડ મળ્યા છેઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા સમાજ સેવા કરવા બદલ 2012 માં એસ મુરુગનને સન્માતિત કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 2015 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેટવર્ક ટાઇમ્સ નાઉ તરફથી અમેઝિંગ ભારતીય એવોર્ડ પણ મળ્યો હતો.

You cannot copy content of this page