Only Gujarat

FEATURED Sports

તો શું સચિનની લાડલી સારા તેંડુલકરે ક્રિકેટર સાથે કરી લીધા લગ્ન?

આઈપીએલ 2020 ઘણી રીતે રસપ્રદ બની રહ્યું છે. ફક્ત મેદાનની અંદર જ નહીં પણ મેદાનની બહાર પણ એવા સમાચારો આવી રહ્યા છે જે ચોંકાવનારા છે. થોડા દિવસો પહેલા જ અનુષ્કા શર્માનું નામ ગૂગલ પર અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની પત્નીના સર્ચમાં બતાવવામાં આવી રહ્યું હતું. હજુ આ ચર્ચા બંધ પણ નથી થયું કે હવે ગૂગલની એક બીજી ભૂલ સામે આવી છે. આ વખતે તેનો શિકાર થઇ છે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર. લાંબા સમયથી કેકેઆરના ક્રિકેટર શુભમન ગિલ સાથે તેનું નામ જોડવામાં આવી રહ્યું છે. પરંતુ બંનેએ તેમનું અફેર સ્વીકાર્યું નથી. આ દરમિયાન જ ગૂગલ હવે સારાને શુભમનની પત્ની તરીકે દર્શાવી રહ્યું છે. તેના અફેરના સમાચારને કારણે આવું બન્યું છે. ગૂગલે આપોઆપ જ સારાનું નામ શુભમનની પત્ની તરીકે બતાવ્યું છે.

સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં તેનો 23 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાના જન્મદિવસની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમાં તે 23 નંબર હાથમાં લઈને બેઠેલી જોવા મળી હતી.

જો આપણે સારા તેંડુલકરના અંગત જીવનની વાત કરીએ, તો તેનું નામ સૌ પ્રથમ મુકેશ અંબાણીના પુત્ર સાથે સંકળાયેલું હતું. બંનેને અનેક જગ્યાઓએ સાથે જોવામાં આવ્યા હતા. જો કે, બંનેએ ક્યારેય તેનો ઇનકાર કર્યો ન હતો.

આ પછી કેકેઆરના ક્રિકેટર શુભમન ગિલ સાથે સારાનું નામ જોડવામાં આવ્યું હતું. બંને સોશિયલ મીડિયા પર એક બીજાને ફોલો કરે છે અને એક બીજાના ફોટા પર કમેન્ટ પણ કરતા જોવા મળે છે. ઘણા પ્રસંગોએ, બંનેના સમાન કેપ્શનને કારણે પણ તેમની વચ્ચે અફેરના સમાચારોને હવા મળતી રહે છે.

આ દરમિયાન જ હવે ગૂગલે શુભમન ગિલની પત્નીનું સર્ચ કરવા પાર સારા તેંડુલકરનું નામ બતાવવાનું શરૂ કરી દીધું છે. જો તમે ગૂગલ પર શુભમન ગિલ વાઇફ સર્ચ કરો છો, તો તમે સારાનું નામ અને તેના ચિત્રો જોશો.

વાસ્તવમાં, ગૂગલની સ્વચાલિત સિસ્ટમના કારણે આવું થઈ રહ્યું છે. આ બંનેના અફેરની ચર્ચાને કારણે ગૂગલ સર્ચ તેને આપમેળે પત્નીની કેટેગરીમાં મૂકી રહ્યું છે. જેને કારણે, આ પરિણામ દેખાય છે.

થોડા સમય પહેલા જ ગુગલ, અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની પત્નીને સર્ચ કરવા પર અનુષ્કા શર્માનું નામ અને ફોટા બતાવી રહ્યું હતું. જ્યારે બધા જાણે છે કે અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે.

આવી સ્થિતિમાં ગુગલની ભૂલને કારણે સારાને શુભમનની પત્ની તરીકે બતાવવામાં આવી રહી છે, જ્યારે હકીકતમાં બંનેએ લગ્ન કર્યા નથી. આ બંનેનું નામ ચોક્કસપણે જોડાયેલું છે, પરંતુ હજી સુધી તેઓએ ડેટિંગની વાત પણ સ્વીકારી નથી.

You cannot copy content of this page