Only Gujarat

FEATURED National

વાસના ભૂખ્યાં સસરાએ દીકરાની ગેરહાજરીમાં વહુ પર ગુજાર્યો બળાત્કાર ને પછી…

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક પિતાએ પોતાના જ પુત્રને ગોળી મારી દીધી. મૃતકની પત્નીનો આરોપ છે કે, સસરા દ્વારા તેની સાથે અશ્લીલ વર્તન કરાતું હતું. પતિને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેણે સસરાનો વિરોધ કરવાનો શરૂ કર્યો. ગુસ્સે થયેલાં સસરાએ તેના જ પુત્રને ગોળી મારી દીધી. શનિવારે ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. ઘટના બાદ આરોપી પિતા ફરાર થઈ ગયો છે.

મુરાદાબાદના મોઝોલા વિસ્તારનો રહેવાસી દુષ્યંત ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. સમાચાર છે કે, દુષ્યંતને તેના પિતા અભિષેકે લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. ફાયરિંગની જાણ થતાં પડોશીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનું આજે મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. મૃતકની પત્નીએ તેના સસરા અભિષેક ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, સસરા તેની સાથે અશ્લીલ કૃત્ય કરતો હતો.

તેણે કહ્યું કે,સાસુ પિયર ગયા હતા, તેના બંને દિયર પણ ઘરે નહોતા. તેને ઘરે એકલી જોઈને સસરાએ તેની સાથે અશ્લીલ કૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સાસુ, પતિ અને દિયર ઘરે પાછા આવ્યા, ત્યારે તેણે તેમને સસરાની હરકતો વિશે જણાવ્યું. આ બાબતે પતિનો તેના સસરા સાથે વિવાદ થયો હતો.

આ વિવાદ દરમિયાન સસરાએ પતિને લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી હતી અને તે ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યુવકના મોત બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતકની પત્નીનું નિવેદન લીધા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

માહિતી આપતા એસપી સિટી અમિત આનંદે જણાવ્યું કે, પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પિતાએ પુત્રને ગોળી મારી હતી. મૃતકની પત્ની દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આરોપી સસરાની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

You cannot copy content of this page