Only Gujarat

FEATURED International

છેલ્લાં નવ-નવ વર્ષથી ઓર્ડર વગર ડિલિવર થાય છે પિત્ઝા, વ્યક્તિ થયો હેરાન-પરેશાન

એન્ટવર્પઃ જિંદગીના સફરમાં દરેક વ્યક્તિ અનેક કડવા મીઠા અનુભવમાંથી પસાર થાય છે. દરેક ઘટનાનો અનુભવ કંઇકને કંઇક શીખવી જાય છે પરંતુ ક્યારેક એવી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. જે દુ:ખ અને પરેશાની કરતા આશ્ચર્યચક્તિ કરી દેતી હોય છે. જી હાં આવી જ એક ઘટના આજે અમે આપની સાથે શેર કરી રહ્યાં છીએ. આ ઘટના બેલ્જિયમના એન્ટવર્પમાં રહેતી એક વ્યક્તિ સાથે બની. આ વ્યક્તિના ઘરે મંગાવ્યા વિના છેલ્લા નવ વર્ષથી પિત્ઝા આવી રહ્યાં છે. ઓર્ડર કર્યાં વિના છેલ્લા નવ વર્ષથી સતત પિત્ઝાની ડિલિવરી ઘરે થતાં આ શખ્સ ખરેખર પરેશાન થઇ ગયો. તેમણે આ મુદ્દે પોલીસમાં પણ ફરિયાદ કરી. તેમ છતાં પણ તેની આ સમસ્યાનો અંત ના આવ્યો.

આ વ્યકિતનું નામ છે જીન વેન લેન્ડધમ, જે 65 વર્ષના વૃદ્ધ છે. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય પિત્ઝા ઓર્ડર નથી કર્યા પરંતુ દરરોજ કોઇ ડિલિવર બોય ઘરે પિત્ઝા આપવા પહોંચી જાય છે. પરેશાનની માત્ર આટલી જ નથી. આ ડિલિવરી બોય ગમે તે સમયે આવી જાય છે. કેટલીક વખત તો રાત્રે આવે છે. અહીં એક નહીં પરંતુ 14 જેટલા પિત્ઝાની પણ ડિલિવરી વગર ઓર્ડર થાય છે. જીન વેને જણાવ્યું કે એક દિવસ તો 14 પિત્ઝા લઇને ડિલિવરી બોય ઘરે પહોંચી ગયો.

જીન ઓર્ડર કર્યા વિના આવતા આ પિત્ઝાથી પરેશાન અને આશ્ચર્યચક્તિ પણ છે કે આખરે મંગાવ્યા વિના પિત્ઝા કેમ ઘરે આવી જાય છે. તે કહે છે કે, આ પિત્ઝાએ તો જિંદગી બરબાદ કરી નાખી છે. પિત્ઝા અને ડિલિવરી બોયથી પરેશાન જીન વેને જણાવ્યું કે, જ્યારે પણ ઘર પાસે સ્કૂટરનો અવાજ આવે છે તો એવું જ લાગે છે કે, પિત્ઝા ડિલિવરી બોય આવ્યો હશે.

જીન વેનની એક મિત્ર પણ આ મુ્શ્કેલીના કારણે પરેશાન છે. તેમને પણ મંગાવ્યા વિના રોજ પિત્ઝા મળે છે. આ સ્થિતિમા બંનેમાંથી કોઇ એક પાસે પિત્ઝા પહોંચે છે. તો તે બીજાને ફોન કરીને જણાવી દે છે કે. હવે તેમની પાસે પણ ટૂંક સમયમાં પિત્ઝા પહોંચશે. તેમનું માનવું છે કે, આવું કરનાર ચોક્કસ અમારા બંનેનો કોઇ મિત્ર હશે. પરંતુ કોણ છે તે જાણી શકાયું નથી.

જીને જણાવ્યું કે મંગાવ્યા વિના આવેલા પિત્ઝાનો તેમણે ક્યારેય સ્વીકાર નથી કર્યો, જેથી મારે ક્યારેય પિત્ઝાનું બિલ નથી ચુકવવું પડ્યું. નવ વર્ષથી પિત્ઝા એમ જ પાછા જતાં હોવા છતાં પણ દર રોજ પિત્ઝા લઇને ડિલિવરી બોય પહોંચી જાય છે. હવે આવું કૃત્ય કોણ કરી રહ્યું છે. કોણ પિત્ઝા ઓર્ડર કરીને આ એડ્રેસ પર મોકલાવે છે. તે હજુ સુધી જાણી શકાયું નથી. જીને આ મુશ્કેલીથી કંટાળીને પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ તેમ છતાં પણ આ સમસ્યાનો અંત નથી આવ્યો.

You cannot copy content of this page