Only Gujarat

FEATURED National

સગા મા-બાપને તરછોડી ઘરજમાઈ બનીને રહેતો’તો સંગીતકાર, સાસુ-સસરાએ કર્યો એવો હેરાન કે…

હરિયાણાના રોહતકમાં 26 વર્ષિય સંગીતકારની હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. તેની હત્યા કોઇ બીજાએ નહી પરંતુ તેમના સાસુ, સસરા અને પત્નીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક સૂરજ અને તેમની પત્ની સોનૂએ લવમેરેજ કર્યાં હતા. બંને ઓર્કેસ્ટ્રામાં કામ કરતા હતા. આ કામ દરમિયાન જ બંને સંપર્કમાં આવ્યાં અને બંને વચ્ચે પ્રેમ થયો. બંનેએ લવમેરેજ કર્યા. સોનુ ડિવોર્સી હતી. તેમને એક બાળક પણ હતું. જેને લઇને દંપતિમાં વિવાદ થતો હતો. સરોજનું શબ રવિવારે સૂર્ય કોલોનીમાં મળ્યું. જ્યાં સુરજનું સાસરુ છે.

જોકે સૂરજના સાસરાનું કહેવું છે કે, સૂરજ વાતથી નારાજ તેથી તેમણે માથું દીવાલમાં પછાડ્યું હતું. જેના કારણે તેનું મોત થઇ ગયું. જો કે તપાસમાં સામે આવ્યું છે કે, સુરજ આ લવમેરેજ કરીને પસ્તાય રહ્યો હતો. આરોપ છે કે, પત્ની, સાળો અને સસરા તેને વારંવાર માર મારતા હતા. પોલીસે ચારેયની ધરપકડ કરીને, ચારેયને સોમવારે કોર્ટમાં રજૂ કર્યાં હતા.

સોનુ ઓર્કેસ્ટ્રામાં સિંગર હતી. તો સૂરજ મ્યુઝિશ્યન હતો. 2 વર્ષ પહેલા તેમણે લવ મેરેજ કર્યો હતા. સૂરજ સોનુના પહેલા બાળકને લઇને ખુશ ન હતો. આ વાતના કારણે દંપતીમાં હંમેશા ઝઘડા થતાં હતા. સોનુએ જણાવ્યું હતું કે, સુરજ તેમની સાથે મારપીટ કરતો હતો.

પોલીસને સૂરજના સાસરાના ઘરે દીવાલ પર લોહીના ડાઘ પણ મળ્યાં છે. સાસરીવાળાનું કહેવું છે કે, સૂરજ ગુસ્સામાં હતો અને તેમણે દીવાલમાં જોરથી માથું પછાડતા તેમનું મોત થઇ ગયું. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને કેટલાક મહત્વના પુરાવા મળ્યાં છે.

સૂરજના ભાઇ જિતેન્દ્રે પોલીસને જણાવ્યું કે, તે ચાર ભાઇ-બહેન છે. સૂરજ બધાથી નાનો હતો. જિતેન્દ્રે જણાવ્યું કે, સુરજ મને ઘણીવાર કહી ચૂક્યો હતો કે, તેમના સાસરીપક્ષના તેમની સાથે મારપીટ કરે છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સૂરજના માથા પર કોઇ ધારદાર હથિયારથી વાર કરવામાં આવ્યો છે. લવમેરેજ બાદ સુરજ સાસરીમાં જ રહેતો હતો. તેમણે તેમના પરિવારથી સંબંધ તોડી નાખ્યો હતો. જો કે તે ફોન પર જિતેન્દ્રના સંપર્કમાં રહેતો હતો. ઘટના બાદ સોનુના ઘર સામે લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા.

You cannot copy content of this page