Only Gujarat

FEATURED National

ભણવાને બદલે કોલેજમાં જતી દીકરી થઈ પ્રેગ્નન્ટ, લૉકડાઉન કારણે ઘરમાં થઈ જાણ અને…

હૈદરાબાદ: કોરોના વાયરસના કારણે લોકડાઉન કરાયું હતું. સ્કૂલ કોલેજ પણ બંધ થતાં, કોલેજમાં ભણતી દીકરી ઘરે આવી. દીકરી ઘરે આવ્યા બાદ પરિવારને જાણ થઇ કે અપરણિત દીકરી ગર્ભવતી છે. માતા-પિતાએ થોડા દિવસ તો દીકરીને ઘરમાં જ રૂમમાં બંધ રાખી, જેથી ગામમાં આ વાત ના ફેલાય. જોકે, આ સમસ્યાના નિવારણ માટે થોડા સમય બાદ માતા પિતાએ અબોર્શનનો નિર્ણય લીધો. જોકે, દીકરીએ અબોર્શન માટે ઇન્કાર કર્યો ત્યારબાદ માતા-પિતાએ દીકરીની હત્યા કરી નાખી.

તેલંગાણામાં ગદવલ જિલ્લાના કાલુકુંતલા ગામમાં આ યુવતી રહેતી હતી. આંધ્રપ્રદેશની કૂર્નલમાં ડીગ્રી કોર્સ કરી રહી હતી. લોકડાઉન થતાં કોલેજ બંધ થઈ અને તે પોતાના ઘરે પરત ફરી હતી. ઘરે માતા-પિતાને જાણ થઇ કે તેમની દીકરી પ્રેગ્નન્ટ છે.

પરિવારના લોકો એ વાતથી ડરી ગયા. યુવતીનો બોયફ્રેન્ડ પણ બીજી જાતિનો હતો. તેથી માતા-પિતા લગ્ન માટે તૈયાર થયા નહીં. આ સ્થિતિમાં અબોર્શન જ એક વિકલ્પ હતો પરંતુ દીકરીએ અબોર્શનો ઇન્કાર કરતા, માબાપે જ દીકરીના મર્ડરનો પ્લાન ઘડી કાઢ્યો.

દીકરીની હત્યા કરતા પહેલા થોડા દિવસ તેને એક રૂમમાં લોક કરીને રાખવામાં આવી હતી. જેથી દીકરીની ગર્ભવતી હોવાની વાત ગામના લોકોમાં કે સગા સંબંધીમાં ના ફેલાય. શનિવારે (સાત જૂન) પિતાએ તેમની પત્ની સાથે મળીને દીકરીની હત્યા કરી નાખી. ગામમાં એવી અફવા ફેલાવી કે દીકરીનું મૃત્યુ બીમારીના કારણે થયું છે.

જોકે, જ્યારે દીકરીના અંતિમ સંસ્કારની તૈયારી થતી હતી ત્યારે શંકા જતાં કોઇએ પોલીસને જાણ કરી દીધી. પોલીસે સ્થાનિક સરપંચની મદદથી અંતિમ સંસ્કારની પ્રક્રિયા રોકી અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી. પોસ્ટમોર્ટમના રિપોર્ટથી જાણવા મળ્યું કે દીકરીની હત્યા થઇ ગઇ છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની વાતનો ખુલાસો થતાં પોલીસે દીકરીના માતા પિતાની સઘન પૂછપરછ શરૂ કરી. કડક પૂછપરછ બાદ માતા-પિતાએ દીકરીની હત્યાની વાત સ્વીકારી હાલ બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You cannot copy content of this page