Only Gujarat

Sports TOP STORIES

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાના બેબી શાવરની પહેલીવાર સામે આવી નવી તસવીરો

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સર્બિયાની મોડલ નતાશા સ્ટાનકોવિક પોતાના આવનારા બાળકની રાહ જોઈ રહ્યા છે. નતાશાએ પોતાના બેબી શાવરની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નતાશા બહુ જ જલ્દી હાર્દિકના બાળકની માતા બનવા જઈ રહી છે.

હાલમાં નતાશા પોતાની પ્રેગનેન્સીને લઈને ચર્ચામાં છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બેબી શાવર પાર્ટીની જે તસવીરો શેર કરી છે તેનું ડેકોરેશન જોઈને ખબર પડી રહી છે કે તેમણે આ ક્ષણોને ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરી છે.

હાર્દિક અને નતાશા પોતાની લાઈફમાં જે પણ કરે, ઈન્ટરનેટ પર તેમની ખબરો ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ બંનેએ પોતાના પહેલા બાળકની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી અને સાથે ખૂબસૂરત તસવીર પણ શેર કરી હતી. નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં ઘરમાં થયેલા લગ્નનો સુંદર નજારો છે.

બંને હાલ પોતાની લાઈફના સૌથી સારા તબક્કાને જીવી રહ્યા છે અને પોતાના ચાહકોને પણ શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષે 1 જાન્યુઆરી 2020ના દિવસે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથેની સગાઈના સમાચાર આપ્યા હતા.

આ પહેલા નતાશા અને હાર્દિક લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને 31 ડિસેમ્બર 2019ના દિવસે પોતાના રિલેશનશિપને સાર્વજનિક કરી હતી. નતાશાના હાર્દિકે દુબઈ લઈ જઈને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. નતાશાએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

ફિલ્મ અને ગીતો પહેલા નતાશા જાહેરાતમાં પણ જોવા મળી હતી. જાણીતા બ્રાન્ડ જેવા કે ફિલિપ્સ, કેડબરી, ટેટ્લી, જે હેમ્પસ્ટેડ, જૉન્સન એન્ડ જૉન્સન જેવી બ્રાન્ડની એડમાં તેને જોવામાં આવી હતી.

You cannot copy content of this page