Only Gujarat

National TOP STORIES

ચાર્જ સંભાળતા જ લેડી ડેપ્યુટી ક્લેક્ટરે રોકી સીનિયરની ગાડી પછી જે કર્યું તે જાણીને ગર્વ થશે

કોરોનાના કહેરમાં જો કોઇ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવી રહ્યાં છે પછી ભલે તે નેતા હોય કે કોઇ વીવીઆઇપી. કાયદો બધા માટે એકસમાન છે. કંઇક આવું જ જોવા મળ્યું છે મધ્યપ્રદેશમાં અહીં એક ટ્રેઇની ડેપ્યુટી ક્લેક્ટરે પોતાના સીનિયર ઓફિસર પાસે જ દંડ ભરાવ્યો.

કાયદો તો બધા માટે એકસરખો જ હોય છે આ સંદેશ બાલાઘાટ જિલ્લાની ટ્રેઇની ડેપ્યુટી ક્લેક્ટર નિકિતા મંડલોઇએ આપ્યો છે. તેઓએ લાંજીના એસડીએમ રવિન્દ્ર પરમાર અને તેમના ડ્રાઇવરનું ચલણ ફાડ્યું કારણ કે તે પોતાના ચહેરા પર માસ્ક લગાવ્યું ન હતું. માસ્ક ન પહેરવાના ગુનામાં બંને પાસેથી 100-100 રૂપિયા વસૂલવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી ક્લેક્ટર નિકિતા મંડલોઇ બાલાઘાટના કિરનાપુરના એસડીએમના ઇન્ચાર્જ છે. તેઓએ આ SDM પર આ કાર્યવાહી બાલાઘાટથી પરત ફરતી વખતે કરી. જ્યારે તે મંડલોઇ કારણ વગર ઘરની બહાર નીકળતા લોકોનું ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન ત્યાંથી નીકળેલા લાંજી એસડીએમ પર આ કાર્યવાહી કરવામાં આવી.

એટલું જ નહીં ડેપ્યુટી ક્લેક્ટર નિકિતા મંડલોઇએ માસ્ક પહેર્યા વગર બજાર આવેલા દુલ્હા પાસેથી પણ 100 રૂપિયા દંડ વસૂલ્યો હતો. સીનિયર ઓફિસરનું ચલણ કાપવાની સાથે જ ડેપ્યુટી ક્લેક્ટર નિકિતા મંડલોઇએ બજારમાં લોકડઆઉનનું ઉલ્લંઘન કરવા પર અન્ય યુવકોને ઉઠક-બેઠક પણ કરાવી હતી.

ખાસ વાત તો એ છે કે બાલાઘાટ કલેક્ટર દિપક આર્યએ એક દિવસ પહેલા જ ટ્રેઇની ડેપ્યુટી ક્લેક્ટર નિકિતા મંડલોઇને કિરનાપુરનો કાર્યભાર સોંપ્યો છે. ચાર્જ લેતા જ મહિલા અધિકારી રસ્તા પર ઉતરી અને ચલણ કાપ્યું.

ઉલ્લેખનીય છે કે નિકિતા મંડલોઇ મધ્ય પ્રદેશના 2019 બેંચની આઇએએસ મહિલા અધિકારી છે. તેઓએ MPPSCમાં ટોપ કર્યું હતું.

નિકિતાના પિતા મંગલસિંહ મંડલોઇ શિક્ષક હતા. તેમના નિધન બાદ માતા રાધા તથા ભાઇઓએ તેણીને ભણાવી હતી. નિકિતાએ પણ દ્દઢ સંકલ્પ તથા મહેનતથી પરિવારનો સાથ આપ્યો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page