Only Gujarat

Bollywood TOP STORIES

સુશાંત કેસમાં હવે સત્ય બહાર આવીને જ રહેશે, ગુજરાતના બે નીડર અધિકારી કરશે તપાસ

પ્રશાંત દયાળ, અમદાવાદ: એક્ટર સુશાંતસિંહ રાજપુતના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતનો મામલાની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે ત્યારે આખા દેશની નજર હવે સીબીઆઈની તપાસ ઉપર છે, પણ ગુજરાત માટે આ કેસ એટલા માટે મહત્વનો છે. હજી થોડા સમય પહેલા ગુજરાત કેડરના બે આઈપીએસ અધિકારી મનોજ શશીધરન અને ગગનદિપસિંહ ગંભીર સીબીઆઈમાં પ્રતિનિયુક્તી ઉપર સીબીઆઈમાં ગયા છે અને આ બે અધિકારીઓ જ સુશાંતની હત્યા કે આત્મહત્યા તેની તપાસ કરી રહ્યા છે.

આ બંન્ને અધિકારીનો ટ્રેક રેકોર્ડ છે તે પ્રમાણે તેઓ ઘટનાના સત્ય સુધી બહુ જલદી પહોંચશે, પરંતુ આ મામલો હવે રાજકિય પણ બન્યો છે કારણ મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ સામ-સામે આવી ગઈ છે, આમ છતાં સત્ય બહાર જરૂર આવશે. કારણ શશીધરન અને ગંભીરના મનમાં ડર નામનો શબ્દ જ નથી એટલે તેમને ડરાવવા અથવા પ્રલોભન આપવું શક્ય નથી.

1994 બેચના આઈપીએસ અધિકારી મનોજ શશીધરન મુળ કેરળના વતની છે. ભારતીય પોલીસ સેવામાં જોડાયા પછી તેમને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. કેરાલીયન હોવા છતાં આજે તેઓ ફાકડુ ગુજરાતી બોલે છે અને તેમની ચેમ્બરમા જતાં સાવ ગરીબ અને સામાન્ય માણસ સાથે તેઓ ગુજરાતીમાં જ વાત કરે છે, ટેક્નિકલી તેઓ સાઉન્ડ ઓફિસર છે. ક્રાઈમની બદલાયેલી મોડસ ઓપરેન્ડીને કારણે હવે તેમણે પણ પોતાને ખાસ્સા અપગ્રેડ કર્યાં છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનેગાર સુધી પહોંચવાની કાબેલીયતની તેમના સાથીઓ પણ પ્રસંશા કરે છે. તેમની આ આવડત સુશાંતસિંહના કેસમાં જરૂર કામ લાગશે.

વિવિધ જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા શશીઘરને ગુજરાતને તો સારી રીતે પચાવ્યું પણ ફિલ્ડ પોલીસીંગમાં પણ તેઓ માહિર હોવાને કારણે ત્રણ વખત તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની ગણાતી જગ્યાએ પોસ્ટીંગ મેળવી ચુક્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઈમ, જોઈન્ટ કમિશનર અને સ્પેશીયલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હાર્ડકોર ક્રિમીનલને હેન્ડલ કરતા તેમને આવડે છે, બીન ગુજરાતી અધિકારી હોવાને કારણે ગુજરાતના રાજકારણીઓથી પોતાને અલીપ્ત રાખવામાં સફળ રહ્યા હતા. ચાલુ વર્ષે જ તેઓ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેકટર તરીકે મુકાયા છે.

મનોજ શશીધરનની સાથે આ કેસમાં તેમના સહયોગી રહેનાર ગુજરાત કેડરના મહિલા આઈપીએસ ગગનદિપસિંહ ગંભીર મહિલા અધિકારી હોવા છતાં તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમના નામથી ગુનેગારો તો ઠીક ખુદ તેમની સાથે કામ કરનાર પોલીસ અધિકારીઓ પણ ફફડતા હતા. 2004 બેચના ગગનદિપસિંગ ગંભીર મુળ પંજાબી છે. જેના કારણે તેમના વ્યવહારમાં ટીપીકલ પંજાબીપણુ છે.

દેશી ભાષામાં કહીએ કોડાફાડ અધિકારી છે પોતાને નાપસંદ કોઈ ઘટના ઘટે તો સામે કોણ છે તેની પરવા કર્યાં વગર ઝાટકી નાખતાં હતા. ડબલ સ્ટાર્ડ રાખતાં તેમના સિનિયર અધિકારીઓની પણ શરમ રાખ્યા વગર જે સાચું છે તે કહેવાની તેમની અંદર હિમંત છે.

વિવિધ જિલ્લામાં તેમણે એસપી તરીકે ફરજ બજાવી છે જ્યારે તેઓ અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા હતા ત્યારે એકલા જુહાપુરામાં ધુસી જતા હતા. સામાન્ય રીતે પુરુષ પોલીસ અધિકારીઓ પણ મોટી ફોર્સ સિવાય આ વિસ્તારમાં જવાનો વિચાર કરતા નથી.

આમ પડકારો વગરની જીંદગી અને નોકરી તેમને રાસ આવતી નથી, જેના કારણે તેમણે સીબીઆઈમાં જવાનો નિર્ણય કર્યો હતો. મનોજ શશીધરન અને ગગનદિપસિહ ગંભીર ઈન્વેસ્ટીગેશનના માહિર અધિકારીઓ છે. હવે સુશાંત સિંહના મોતના સાચા કારણ સુધી પહોંચવાનો પડકાર તેમણે ઉપાડી લીધો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page