Only Gujarat

Gujarat

અહીં રહે છે ફેમસ ગુજરાતી સિંગર ફરીદા મીર ,જુઓ ઘરની ખાસ તસવીરો

અમદાવાદ: ગુજરાતમાં પોતાના કર્ણપ્રિય અવાજથી આજે ઘણા ડાયરા કલાકારઓએ લોકોના દીલમાં સ્થાન મેળવ્યું છે. ડાયરાની વાત આવે એટલે ઘણા એવા કલાકારો છે તેનું નામ લીધા વગર તમે રહી ન શકો. આવા જ એક મહિલા કલાકાર એટલે ફરીદા મીર. પહેલાં રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે ગુજરાતભરમાં ખ્યાતી મેળવનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો. હાલ અમદાવાદના પોશ વિસ્તારમાં પાંચ બેડરૂમ-કીચનના વિશાળ પેન્ટહાઉસમાં રહેતાં ફરીદા મીરે જીવનના શરૂઆતના તબક્કામાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આવો આજે અમે તમને ફરીદા મીરની સક્સેસ સ્ટોરની સાથે તેના અમદાવાદમાં આવેલા ઘરની શેર કરાવીએ.

પોરબંદરમાં જન્મેલા અને રાજકોટમાં ઉછરેલા ફરીદા મીરે ધોરણ 10 બાદ અભ્યાસ છોડીને સિંગિગમાં હાથ અજમાવ્યો હતો. શરણાઈવાદક પિતા સાથે નાનપણથી ભજન કાર્યક્રમમાં જતાં ફરીદા મીરને ધીમે ધીમે સંગીત પ્રત્યે પ્રેમ જાગ્યો હતો.

ફરીદા મીરે 14 વર્ષની ઉંમરમાં લગ્નગીતોથી કરિયરની શરૂઆત કરી હતી. ધીમે ધીમે પોતાના સૂરથી ફરીદા મીરનો જાદુ ચાલવા લાગ્યો. આજે સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ એવું ગામ બાકી હશે જ્યાં ફરીદા મીરના ડાયરાના કાર્યક્રમ ન યોજાયો હોય.

ફરીદા મીરના અવાજનો જાદુ વિદેશમાં યુકે, બેંગકોક સહિતના દેશોમાં પહોંચ્યો છે, જ્યાં તેમણે ઘણા કાર્યક્રમ કર્યા છે. ફરીદા મીરે 1 હજાર જેટલા ભજન અને ગીત આલ્બમ કરી ચૂક્યા છે.

સિંગિગ ઉપરાંત અભિનયમાં પણ ફરીદા મીર યોગદાન આપી ચૂક્યા છે. ફરીદા મીરે 26 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ‘દુખડા હરો દશામા’માં અભિનિય કર્યો હતો. તેમણે આ સિવાય પણ અનેક ગુજરાતી ફિલ્મમાં લીડ અને મહેમાન કલાકાર તરીકે અભિનય ક્યો છે.

ફરીદા મીરના શોખની વાત કરીએ તો તેમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન ભાવે છે. તેમને દરિયાકિનારે ફરવા જવાનું પસંદ છે. ફરિદા મીર સામાજિક સેવાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓ ગુજરાતમાં ગૌરક્ષા અધ્યક્ષ તરીકે સમાજિક જવાબદારી સંભાળે છે.

ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.

દરેક બેડરૂમમાં અલગ-અલગ થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવાનો હિચકો છે.

You cannot copy content of this page