Only Gujarat

Bollywood TOP STORIES

સ્ટિંગ ઓપરેશનમાં થયો ચોંકાવનરો ખુલાસો, સુશાંતની ફાર્મહાઉસ પાર્ટીમાં જતી હતી સારા અલી ખાન

મુંબઈઃ સુશાંત કેસના ડ્રગ એન્ગલમાં રિયા ચક્રવર્તીની ધરપકડ બાદથી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ પોતાની તપાસમાં ઝડપ વધારી છે. આ દરમિયાન સુશાંતના ફાર્મહાઉસની તપાસ કરવામા આવતા ઘણા ખુલાસા થયા છે. આ સમયે એક ખાનગી ચેનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે કે, સુશાંતની પાર્ટીઝમાં એક્ટ્રેસ સારા અલી ખાન અને પછી રિયા ચક્રવર્તી આવતી હતી.

મેનેજર રઈસે જણાવ્યું કે, સુશાંતના ફાર્મહાઉસમાં પાર્ટીઝ થતી રહેતી હતી. અહીં ઘણા બોલિવૂડ સેલેબ્સ આવતા હતા. મેનેજરે સારા અલી ખાન અને રિયા ચક્રવર્તીના નામ પણ લીધા હતા મેનેજરે ક્યારેય સુશાંતને ડ્રગ્સ લેતા જોયો નથી પરંતુ પાર્ટીઝમાં સ્મોકિંગ પેપર મંગાવવામાં આવતા હતા. જોકે તેનું કારણ તેને ખબર નહોતી. મેનેજરે જણાવ્યું કે, એપ્રિલથી રિયા અહીં આવવા લાગી હતી. 31 એપ્રિલે ફાર્મહાઉસમાં બર્થ-ડે પાર્ટી યોજાઈ હતી જેમાં રિયાના માતા-પિતા પણ સામેલ થયા હતા.

મેનેજરે સુશાંત વિશે કહ્યું કે, જ્યારે સુશાંત યુરોપ ટ્રિપથી પરત આવ્યા બાદથી સ્વસ્થ નહોતો. તે આઈલેન્ડ પર પણ જતો અને બોટિંગ પણ કરતો હતો પરંતુ એ વાત સત્ય છે કે તેની તબિયત સારી નહોતી. સુસાઈડના એક દિવસ અગાઉ જ સુશાંતે ફાર્મહાઉસમાં પોતાના 3 પેટ ડૉગ્સના નામે ફંડ ટ્રાન્સફર કર્યા હતા.

સારા-રિયા ઉપરાંત આ એક્ટ્રેસિસના પણ નામ
સુશાંત સુસાઈડ કેસમાં ડ્રગ્સ એન્ગલમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામા આવી છે. પૂછપરછમાં એનસીબીને બોલિવૂડ સેલેબ્સ સારા અલી ખાન, રકુલ પ્રીત અને સિમોન ખમ્બાટાના નામ મળ્યા છે.

પવના ડેમ પર બનેલા ‘આપતી ગવંડે’ નામના જે આઈલેન્ડ પર સુશાંત જતો હતો તેની પર એનસીબીની નજર છે. એનસીબીએ જે વ્યક્તિના નિવેદન લીધા તેના જણાવ્યાં અનુસાર, સુશાંત અને રિયા તે આઈલેન્ડ પર ઘણીવાર ગયા હતા. સુશાંત સાથે સારા અલી ખાન પણ 4-5 વખત અહીં ગઈ હતી. આ ઉપરાંત શ્રદ્ધા કપૂર પણ ત્યાં આવી ચૂકી છે.

આ એક્ટ્રેસિસ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત સાથે દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા, શૌવિક, જૈદ પણ આ આઈલેન્ડ પર આવી ચૂક્યા છે. અહીં નશાની પાર્ટીઓ અને દારૂની પાર્ટીઓ થતી. ગાંજા સહિતના ડ્રગ્સનો ઉપયોગ થતો.

ફાર્મહાઉસ અને આઈલેન્ડ પર થયેલી પાર્ટીઝમાં સામેલ થનારા અન્ય લોકો પર પણ છે એનસીબીની નજર. હાલ કોઈ પણ સેલેબને સમન નથી મોકલાયું પરંતુ આ પ્રક્રિયા આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page