Only Gujarat

Bollywood

આ જાણીતી કુંવારી એક્ટ્રેસ લગ્ન વગર જ પરિણીત નાના પાટેકર સાથે રહેતી હતી એક જ ઘરમાં

મુંબઈઃ આયશા ઝુલ્કા 90ના દાયકાની જાણીતી અભિનેત્રી રહી છે. તેણે આમિર ખાન, મિથુન ચક્રવર્તી, અક્ષય કુમાર અને નાના પાટેકર જેવા અભિનેતાઓ સાથે કામ કર્યું છે. સાથે જ તેણે ‘જો જીતા વહી સિકંદર’, ‘દલાલ’, ‘બલમા’, ‘ખિલાડી’ જેવી અનેક હિટ ફિલ્મો કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સમયે તેનું નામ અનેક વિવાદોમાં આવ્યું છે. 28 જુલાઈના રોજ આયેશાનો 48મો જન્મદિવસ હતો.

તેલુગુ ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂઃ આયશા ઝુલ્કા માત્ર બોલીવુડ જ નહીં પરંતુ સાઉથ અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ લોકપ્રિય રહી. તેણે 1990માં તેલુગુ ફિલ્મ ‘નેતી સિદ્ધાર્થા’થી ડેબ્યૂ કર્યું. 1991માં તેણે ‘કુર્બાન’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું.

‘જો જીતા…’બાદ છવાઈ ગઈઃ અક્ષય કુમાર સાથે ‘ખિલાડી’ અને આમિર ખાન સાથે ‘જો જીતા વહી સિકંદર’માં આવ્યા બાદ તે બોલીવુડમાં છવાઈ ગઈ.

અક્ષય કુમાર સાથે જોડાયું નામઃ ‘ખિલાડી’માં આયશા અને અક્ષય કુમારની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જે બાદ બંનેના લિંકઅપની ખબર આવવા લાગી.

રેપ સીનના કારણે વિવાદઃ આયશા ઝુલ્કાએ ‘દલાલ’ ફિલ્મમાં મિથુન સાથે કામ કર્યું. આ ફિલ્મ સાથે જોડાયેલો વિવાદ પણ સમાચારોમાં રહ્યો હતો. આયશા ઝુલ્કાએ ફિલ્મમાં ઈન્ટીમેન સીન આપવાનો ઈન્કાર કર્યો હતો. તો ફિલ્મમાં એક રેપ સીન આયશાના બોડી ડબલની સાથે શૂટ કરવામાં આવ્યો હતો. આયશાએ ફિલ્મ મેકર પાર્થ ઘોષ અને પ્રકાશ મેહરા પર તેને કહ્યા વિના સીન શૂટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે કોર્ટ સુધી પહોંચ્યો હતો.

નાના પાટેકર સાથે ઈન્ટિમેટ સીનઃ આયશા ઝુલ્કા નાના પાટેકર સાથેના અફેરને લઈને પણ ચર્ચામાં રહી ચુકી છે. 2003માં આયશાએ નાના સાથે ફિલ્મ ‘આંચ’માં કામ કર્યું હતું. ફિલ્મમાં તેના નાના સાથે કેટલાક ઈન્ટિમેન સીન પણ હતા. રિપોર્ટ્સના પ્રમાણે નાના એ સમયે પોતાની પત્નીથી અલગ રહેતા હતા.

જ્યારે મનીષાએ નાના અને આયશાને રંગે હાથ પકડ્યાઃ એ સમયે નાના પાટેકર અને મનીષા કોયરાલાના અફેરની ચર્ચા હતી પરંતુ ‘આંચ’ બાદ આયશા અને નાના પાટેકરના રોમાન્સની ચર્ચા થવા લાગી. રિપોર્ટ્સ પ્રમાણે, મનીષા આ વાતથી ગુસ્સામાં હતી. ચર્ચા તો એવી છે કે મનીષાએ નાના પાટેકર અને આયશાને રૂમમાં એકલા પકડ્યા હતા. ગુસ્સે થયેલી મનીષાએ આયશાને ખૂબ સંભળાવ્યું હતું. જો કે કહેવાય છે કે બાદમાં નાના મનીષાને મનાવવામાં સફળ થયા હતા.

નાના સાથે લિવ-ઈનઃ જો કે નાના મનીષાને લગ્નનું વચન નહોતા આપતા તેથી તે અલગ થઈ ગઈ હતી. તો મનીષા સાથે બ્રેકઅપ કર્યા બાદ નાના આયશા સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા.

બિઝનેસમેન સાથે લગ્નઃ જો કે કેટલાક સમય બાદ બંને અલગ થઈ ગયા. અહેવાલો હતા કે નાનાના અગ્રેસિવ નેચરના કારણે આયશા તેનાથી દૂર થઈ ગઈ. આયશા ઝુલ્કાએ પોતાના કરિયરમાં લગભગ 52 ફિલ્મો કરી. આગળ જઈને તેને સાઈડ રોલ્સ મળતા હતા. તેણે બોલીવુડને અલવિદા કહીને બિઝનેસમેન સમીર વાશી સાથે લગ્ન કરી લીધા.

You cannot copy content of this page