Only Gujarat

Bollywood

જયા બચ્ચને ભરી મહેફિલમાં કંઈક એવું કહી દીધું કે એઐશ્વર્યાની આંખોમાંથી વહેવા લાગ્યા આંસુ

મુંબઈઃ બોલવિૂડમાં સાસુ-વહુ જોડીની વાત જ્યારે પણ આવે ત્યારે સૌ પહેલાં જયા બચ્ચન તથા ઐશ્વર્યા રાયનું નામ આવે છે. બંનેની જોડી ઘણી કમાલની છે. ઐશ્વર્યા તથા અભિષેકના લગ્ન વર્ષ 2007માં થયા હતાં. હાલમાં જ ઐશ્વર્યા પતિ તથા દીકરી આરાધ્યા સાથે લૉકડાઉન ક્વોલિટી સમય પસાર કરી રહી છે. ઐશ્વર્યા રાય તથા જયા બચ્ચન વચ્ચે અવાર-નવાર ઝઘડા થયાની વાત સામે આવતી હોય છે. જોકે, તે માત્ર અફવા જ હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જયા બચ્ચનની વાત સાંભળીને ઐશ્વર્યા જાહેરમાં રડી પડે છે.


ઐશ્વર્યા અવાર-નવાર પરિવાર સાથે ઈવેન્ટમાં જતી હોય છે. લગ્ન પહેલાં જ ઐશ્વર્યા રાય ભાવિ પતિ અભિષેકના પરિવાર સાથે હળીમળી ગઈ હતી. જયા બચ્ચન પણ આ વાતને માને છે. જોકે, જયા બચ્ચને એકવાર ભરી મહેફિલમાં ઐશ્વર્યા રાયને કંઈક એવું કહી દીધું હતું કે એક્ટ્રેસની આંખોમાંથી ડબ ડબ આંસુ વહેવા લાગ્યા હતાં.


હાલમાં જ ઐશ્વર્યા રાય તથા જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વર્ષ 2007નો છે. આ સમયે હજી ઐશ્વર્યા તથા અભિષેકના લગ્ન થયા નહોતાં. આ વીડિયો કોઈ અવોર્ડ ફંક્શનનો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા તથા અભિષેક સાથે બેઠા છે. શ્વેતા બચ્ચન પણ છે. જયા બચ્ચન સ્ટેજ પર છે. આ સમયે જયા બચ્ચન કહે છે કે ઐશ્વર્યા રાય હવે બચ્ચન પરિવારનો હિસ્સો બનાવા જઈ રહી છે.


વીડિયોમાં જયા બચ્ચન કહે છે, આજે હું ફરી એકવાર શાનદાર તથા સુંદર યુવતીની સાસુ બનવા જઈ રહી છું. આ યુવતી વિશ્વભરનું ગૌરવ છે, માન-સન્માન છે અને તેનું હાસ્ય એકદમ સુંદર છે. તમારું અમારા પરિવારમાં સ્વાગત છે. હું તમને ઘણો જ પ્રેમ કરું છું. જયા તથા ઐશ્વર્યાનો આ વીડિયો ઘણો જ જોવાઈ રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવાર પૂરા બોલિવૂડમાં સૌથી વધુ ખુશહાલ પરિવાર છે. પૂરો પરિવાર અવાર-નવાર સાથે જોવા મળે છે. જયા તથા ઐશ્વર્યા વચ્ચે ઝઘડો થયાની વાત ઘણીવાર આવે છે. જોકે, આ વાત માત્ર અફવા હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page