Only Gujarat

Bollywood FEATURED

લોકડાઉનમાં TVની આ અભિનેત્રીએ ધોયા કપડાં પછી તેની હાલત જે થઈ તે જોઈને તમને નવાઈ લાગશે

મુંબઈઃ ટીવી એક્ટ્રસ અને બિગ બોસ 7ની વિનર ગૌહર ખાન તેના લૂકને લીધે અનેકવાર ચર્ચામાં રહે છે, પણ અત્યારે ગૌહર ખાન તેના ઘરમાં જ છે અને લાઇમલાઇટથઈ દૂર છે. ગૌહર ખાન ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા વાત કરી રહી છે. ગૌહર ઘણીવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

લૉકડાઉને કારણે ગૌહર ખાનને પણ ઘરનું કામ જાતે કરવું પડે છે. ગૌહર ખાને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં કપડાં ધોયા પછી તેનાં હાથની હાલત સ્પષ્ટ જોઈ શકાય છે. તેણે પોતાની હથેળીને ‘Fatty Palm’ કહી છે. ગૌહરે કહ્યું કે, ‘કપડાં ધોયાં પછી તેમના હાથની હથેળી મોટી થઈ ગઈ છે.’

ગૌહર ખાને આ પહેલાં એક પોસ્ટમાં કહ્યું હતું કે, તેમને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે અને તેના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગૌહરને માઇગ્રેન ‘ચાચા’ કહ્યો હતો અને જલદી તેને છોડવા માટે કહ્યું હતું. ગૌહરને તે પણ ફોટો ખૂબ જ વાયરલ થયો હતો.

રમઝાનના પવિત્ર મહિનામાં ગૌહર ખાન રોઝા રાખી રહી છે અને એવું પહેલીવાર છે કે જ્યારે તેની સાથે બહેન નિગાર ખાન નથી.

બોમ્બે ટાઇમ્સના એક ઇન્ટર્વ્યૂમાં ગૌહર ખાને કહ્યું હતું કે, ‘હું મારી બહેનને ખૂબ જ મિસ કરી રહી છું. તે રનઝાનમાં મારી સાથે રહેતી હતી. તે ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી હતી. તે શાનદાર સમોસા અને કબાબ પણ બનાવતી હતી. આ બધુ તે અત્યારે અમેરિકામાં બનાવી રહી છે અને ત્યાં ફૂડનો બિઝનેસ કરવાનું વિચારી રહી છે.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page