Only Gujarat

FEATURED National

બાળકોએ રમતા રમતા ખોદ્યો ખાડો, અંદર જોયું તો સિક્કાઓનો ઢગલો પડ્યો હતો

અચાનક તમારા હાથમાં ખજાનો લાગી જાય તો તમારી હાલત કેવી થઇ જાય ? આવું જ કંઇક બન્યું ઉત્તર પ્રદેશના ઔરૈયાના અછલ્દા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ સાજનપુરમાં. અહીં ગામના બાળકો વેરાન જમીનમાં બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતા. એટલામાં બાળકોએ એક જગ્યાએ ખાડો ખોદ્યો. આ ખાડામાંથી અચાનક ચાંદીના સિક્કા નીકળતા બધાં ચોંકી ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે બાળકોએ રમત રમતમાં જે જગ્યાએ જમીન ખોદી ત્યાંથી એક મોટો ઘડો નીકળ્યો. આ ઘડામાં 30 ચાંદીના સિક્કા હતા. ગામલોકોએ આ વાતની જાણ કરતાં પોલીસ ટીમ દોડી આવી હતી અને સિક્કાને પોતાના કબજામાં લઇ લીધા. ઔરૈયા ઉપજિલ્લાધિકારી રાશિદ અલી અને સીઓ મુકેશ પ્રતાપ સિંહ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ સિક્કા મળ્યા હતા ત્યાં આસપાસ ખોદકામ પણ કરવામાં આવ્યું પરંતુ કંઇ હાથ લાગ્યું નહીં.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં બાળકો મેદાનમાં રમી રહ્યાં હતા. સોમવાર 27 એપ્રિલે અંદાજે 5 વાગ્યે તુરુકપુર અને સાજનપુર ગામ વચ્ચે ખાલી પડેલા મેદાનમાં બાળકો ક્રિકેટ રમી રહ્યાં હા. મેદાનમાં અન્ય બાળકો પણ હાજર હતા જે ધૂળ ખોદી રહ્યાં હતા. આ દરમિયાન જમીનમાંથી એક ઘડો નીકળ્યો જેને જોઇને બધા અચંબિત થઇ ગયા. બાદમાં બાળકોએ આ વાતની જાણ ગ્રામજનોને કરી હતી.

બાળકોની સૂચના પર ઘડો જોવા માટે ગામના લોકો મેદાનમાં પહોંચ્યા અને તેઓએ આ વાતની જાણ પોલીસને કરી હતી. સૂચના મળતા જ પોલીસટીમ દોડી આવી અને જમીનમાંથી માટીનો ઘડો બહાર કાઢી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો.

પોલીસે જ્યારે આ ઘડાને ખોલ્યો તો તેમાંથી 30 ચાંદીના સિક્કા મળ્યા. જેમાંથી 27 સિક્કા 1840 વિક્ટોરિયા વર્ષના છે અને 3 સિક્કા 1835 કિંગ વિલિયમ્સ વર્ષના છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘડામાંથી નીકળેલા આ તમામ સિક્કાને પુરાતત્વ વિભાગને સોંપી દેવામાં આવશે.

અછલ્દાના પોલીસ સ્ટેશન અધ્યક્ષ રાજેશ કુમારનું કહેવું છે કે બાળકો ખાલી મેદાનમાં રહી રહ્યાં હતા. એ દરમિયાન બાળકોને જમીન ખોદકામ દરમિયાન નાના ઘડામાંથી 30 સિક્કા મળ્યા છે. આ સિક્કા પુરાતત્વ વિભાગની અમાનત છે જેઓને સોંપી દેવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page