Only Gujarat

Bollywood

હજી તો મૂંછનો દોરો પણ નથી ફૂટ્યો ને ક્રિકેટર પૃથ્વીએ એક્ટ્રેસ સાથે જાહેરમાં કર્યું ફ્લર્ટ!

મુંબઈઃ ક્રિકેટ અને ફિલ્મ વર્લ્ડનું કનેક્શન વર્ષોથી જોવા મળતું રહ્યું છે અને ઘણા ખેલાડીઓએ એક્ટ્રેસિસ સાથે જ લગ્ન પણ કર્યા છે. હવે પૃથ્વી શૉ (20) અને એક્ટ્રેસ પ્રાચી સિંહ (25)ના અફેરના અહેવાલો સામે આવી રહ્યાં છે. બંને (ક્રિકેટર અને એક્ટ્રેસ) સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ફ્લર્ટ કરતા જોવા મળ્યા પછીથી આ અંગે ચર્ચાઓ થઈ રહી છે.

એક્ટ્રેસ પ્રાચી સિંહ સતત યુવા ખેલાડી પૃથ્વી શૉ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર કોમેન્ટ કરી રહી છે.

જોકે આ દરમિયાન શૉ પણ પાછળ ના રહેતા તેણે પ્રાચીની કોમેન્ટ્સનો જવાબ આપવાની સાથે ફ્લર્ટ કરતો રહ્યો. હાલ બંને તરફથી આ સંબંધ અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

એક્ટ્રેસની વાત કરીએ તો તે હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ન્યૂકમર છે અને કલર્સ ચેનલ પર આવતી સીરિયલ ‘ઉડાન’માં જોવા મળી ચૂકી છે. જ્યારે શૉએ 18 વર્ષની વયે જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું અને સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

આ સાથે તેણે 2 મેચની સીરિઝમાં 237 રન પોતાના નામે કર્યા હતા. હાલ તે આઈપીએલ 13 માટે દુબઈમાં છે અને દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે તૈયારીઓ કરી રહ્યો છે.

You cannot copy content of this page