Only Gujarat

Bollywood TOP STORIES

સાઉથના આ જાણીતા સ્ટારનું નિધન, પહેલા હાર્ટ અટેક આવ્યો ને પછી બાથરૂમમાં પડી ગયા

તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું નિધન થયું છે. મંગળવાર સવારે 74 વર્ષના રેડ્ડીને ગુંટૂર, આંધ્ર પ્રદેશ સ્થિત તેમના ઘરમાં હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટ મુજબ, પરિવારના સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, તેમને હાર્ટ એટેક આવતાં બાથરૂમમાં તે પડી ગયાં હતાં.

ટીચરથી એક્ટર બન્યા હતાં જય પ્રકાશ રેડ્ડી
રિપોર્ટ મુજબ જય પ્રકાશ રેડ્ડી ટીચર હથાં તેમને નાની ઉંમરમાં જ એક્ટિંગનો શોખ હતો. એટલા માટે તે ગુંટૂરમાં સ્ટેજ પ્લે કરતાં હતાં. તેમની પહેલી ફિલ્મ ‘બ્રહ્મ પુત્રુદુ’ હતી, પણ આ પછી તેમને વધારે સફળતા મળી નહોતી અને તે ગુંટૂર પહોંચી ફરીથી ભણાવતા હતાં.

લગભગ એક દશક પછી તેમને પહેલો મોટો બ્રેક ‘પ્રેમિચુકંદમ રા’થી મળ્યો હતો, પણ બાલકૃષ્ણ સ્ટારર ‘સમરસિમ્હા રેડ્ડી’ તેમના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. અહીંથી તેમણે વિલન તરીકે ઓળખ બનાવી હતી.

જય પ્રકાશ રેડ્ડીની અન્ય ફિલ્મોમાં ‘નરસિમ્હા નાયડૂ’, ‘આનંદમ’, ‘નિઝામ’, ‘કબડ્ડી-કબડ્ડી’, ‘ચિન્ના’, ‘ધરમપુરી’, ‘કિંગ’, ‘કિક’, ‘બિંદાસ’, ‘ગબ્બર સિંહ’, ‘લીજેન્ડ’, ‘બ્રૂસ લીઃ ધી ફાઇટર’, ‘નેનૂ રાજૂ નેનૂ મંત્રી’ અને ‘લવર્સ’ સામેલ છે.

તમિલ અને તેલુગુ સિનામાના બોલિવૂડમાં આવેલી રકુલ પ્રીત સિંહે ટ્વીટર પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, ‘આ ખૂબ જ દુખદ છે. મેં તમારી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરિવાર પ્રત્યે સંવેદના. જય પ્રકાશ રેડ્ડી ગુરુની આત્માને શાંતિ મળે’

જૂનિયર એનટીઆરે પણ શોક વ્યક્ત કરતાં લખ્યું કે, ‘તમારા જબરદસ્ત પર્ફોમન્સથી ઓડિયન્સને એન્ટરટેન કરનારા એક્ટરના નિધન વિશે સાંભળી દુખ થયું. આશા કરું છું કે દિવંગતની આત્માને શાંતિ મળશે.’

મહેશ બાબૂએ શોક વ્યક્ત કરતાં લખ્યું કે, ‘જય પ્રકાશ રેડ્ડીના નિધન વિશે સાંભળી સ્તબ્ધ છું. તે કમાલના એક્ટર હતાં. હંમેશા તેમનો અનુભવ યાદ રહેશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હાર્દિક સંવેદના.’

પ્રકાશ રાજ અચાનક જય પ્રકાશ રેડ્ડીના નિધનના સમાચાર સાંભળી આઘાતમાં છે. તેમણે શોક વ્યક્ત કરતાં લખ્યું કે, ‘તે એવાં એક્ટર હતાં, જેમણે સિલ્વર સ્ક્રીન અને થિએટર પ્લેઝમાં કરેલાં તેમના રોલમાં જીવ રેડી દીધો હતો. હું તેમના પરિવાર પ્રતિ ઊંડી સહાનુભૂતિ રાખું છું. અમને એન્ટરટેન કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ચીફ.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page