Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં થઈ શકે છે CBI તપાસ, આ પૂર્વ સાંસદે લખ્યો હતો પત્ર

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક મહિનો વીતી ચૂક્યો છે. મુંબઈ પોલીસ પણ કેસ પર ગંભીરતાથી તપાસ કરી રહી છે. જેમાં તેઓ 35 લોકોની પુછપરછ કરી ચૂકી છે. જોકે, તેમાંથી કોઈ પણ સખત પુરાવો મળ્યો નથી, જેનાં આધાર પર સુશાંતની મોતને કાવતરું કહી શકાય. એટલે સુધી કે, પોલીસ સુશાંત કેસમાં દરેક એંગલથી તપાસ કર્યા બાદ અંતિમ પાયદાન પર પહોંચી ચૂકી છે.

ત્યારે સુશાંતનાં ફેન્સ અને અમુક રાજકીય અને મનોરંજન જગતનાં લોકો તરફથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં પૂર્વ સાંસદ પપ્પૂ યાદવે પણ ગૃહમંત્રી અમિતશાહને ચિઠ્ઠી લખી હતી, જેનો જવાબ આવ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે પપ્પૂ યાદવના પત્રને આગળ વધારતાં જાણકારી આપી છે, જેને ટ્વીટર પર શેર કરી છે. પપ્પૂ યાદવે ટ્વીટ કરતાં લખ્યું છે કે, અમિત શાહજી તમે ઈચ્છો તો એક મિનિટમાં સુશાંત મામલાની CBI તપાસ થઈ શકે છે. તેને ટાળો નહી. બિહારનાં ગૌરવ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જીના સંદિગ્ધ મોતની CBI તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીજીને પત્ર લખવાનો આગ્રહ કર્યો છે. તેમણે કાર્યવાહી માટે અગ્રસારિત કર્યા છે.

પપ્પૂ યાદવને ગૃહમંત્રી તરફથી જે પત્ર શેર કરવામાં આવ્યો છે, તેમાં લખ્યું છે,-પપ્પૂ યાદવજી તમારો પત્ર 16 જૂને મળ્યો, જેનાં માધ્યનથી તમે યુવા ફિલ્મ અભિનેતા સ્વર્ગીય સુશાંત રાજપૂતની આત્મહત્યાનો મામલો તપાસ માટે સીબીઆઈ કરાવવાની માંગ કરવાનો આગ્રહ કર્યો છે. તમારા પત્રના વિષય વસ્તુ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ સાથે સંબંધિત છે. જેથી પત્રને જરૂરી કાર્યવાહી માટે સંબંધિત મંત્રાલયમાં ફોરવર્ડ કરવામાં આવે છે. તેની ઉપર અમિત શાહનાં હસ્તાક્ષર થયેલાં છે.

અમિત શાહ દ્વારા સુશાંત કેસમાં કાર્યવાહી આગળ વધાર્યા બાદ કહેવામાં આવે છેકે, જલ્દીથી CBI તપાસ શરૂ થઈ શકે છે. જેને લઈને ફેન્સમાં ઘણી ખુશી છે. અમુક યુઝર્સ પપ્પૂ યાદવનો આભાર માની રહ્યા છે. તો અમુક બીજેપી પર પોતાનો પ્રેમ લૂંટાવી રહ્યા છે. એક યુઝરે કહ્યુ, જો બીજેપી યુવાઓની સાથે રહે છે. અને સુશાંતને ન્યાય અપાવે છેતો, વચન આપું છું કે, આખો યુવા વર્ગ હંમેશા તમારી સાથે રહેશે.

તો એક યુઝરે લખ્યું, તમારો ખૂબ-ખૂબ આભાર સર, અમારી બસ એક જ ઈચ્છા છેકે, સુશાંતને ન્યાય મળે, તો અન્ય એકે લખ્યું છે કે, સાચું કહ્યું તમે સર, જો અમિત શાહ જી અને મોદીજી ઈચ્છે તો કંઈ પણ થઈ શકે છે.

જણાવી દઈએ કે, ફેન્સ લાંબા સમયથી તેમના મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તો રૂપા ગાંગુલી પણ લાંબા સમયથી PM મોદી અને અમિત શાહને આ આગ્રહ કરતી આવી છે.

You cannot copy content of this page