Only Gujarat

FEATURED International

કોરોનાની રસી લીધા બાદ માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમોને કરવા પડશે ફોલો, જાણો કેમ

કોરોના ચેપના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. આ સમયે આખું વિશ્વ જેની રાહ જોઈ રહ્યું છે તે છે કોરોનાની રસી. અહેવાલો અનુસાર, હાલમાં કોરોના વાયરસ માટે 150 થી વધુ કેન્ડિડેટ રસી ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને તબીબી નિષ્ણાતો જલ્દીથી રસી તૈયાર કરવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 21 થી વધુ રસી ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાં છે, તેમાંથી પાંચ રસી ત્રીજા તબક્કામાં છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં કોરોના રસી આપણને મળશે. પરંતુ શું તે પૂરતું હશે?

કોરોના વાયરસ સામેની પાંચ સંભવિત રસી અંતિમ તબક્કામાં છે, તેનાથી અપેક્ષાઓ વધારે છે. અંતિમ તબક્કામાં, વિવિધ વયના લોકો પર રસીની અસર જોવાઈ રહી છેકે,તે કેટલી સલામત અને અસરકારક છે. ભારતમાં આઇસીએમઆર અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી રસી કોવાક્સિન (COVAXIN) ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી પણ હ્યુમન ટ્રાયલ તબક્કામાં છે. રશિયા, બ્રિટન, અમેરિકા, ચીન અને અન્ય દેશો પણ ઘણી રસીનો દાવો કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું રસી કોરોનાથી બચાવવા માટે પૂરતી હશે?

સાયન્સ ઇનસાઇડરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, તેવું કહેવું ખૂબ જ વહેલું છેકે, રસી સુરક્ષા પૂરી પાડવા માટે પૂરતી હશે. એ વાત તો લોકો જાણે છે કે કોઈ પણ રોગની રસી તૈયાર કરવામાં વર્ષો લાગે છે. કોરોના વાયરસના ઝડપથી ફેલાવાને લીધે કટોકટીની પરિસ્થિતિ સર્જાઇ છે અને તે કારણે વાયરસને કાબૂમાં લેવા ઉતાવળમાં રસી તૈયાર કરવામાં આવી રહી છે.

તેથી વૈજ્ઞાનિકો પણ શંકામાં છે કે દરેક ભૌગોલિક સ્થિતિ અને પર્યાવરણમાં રહેતા તમામ ઉંમરના લોકો કોરોના વાયરસ સામે ઈમ્યુનિટીને મજબૂત બનાવવા માટે સંપૂર્ણ અસરકારક હોવા જોઈએ. નિષ્ણાંતોના મતે, તે મહત્વનું છે કે રસી કોરોના દર્દીને ફરીથી ચેપ લાગવાની સંભાવના ઘટાડી શકે છે. લક્ષણોમાં પણ વધારો થશે નહીં, પરંતુ કોરોના વાયરસ સામે તાત્કાલિક અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં અને તેને ચેપથી બચાવવામાં તે કેટલું અસરકારક છે તે કહેવું ખૂબ જ વહેલું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, રસી વિકાસ માટેનો સફળતાનો દર 10 ટકા રહ્યો છે. કોરોનાની રસી માટે પણ સલામતી, અસરકારકતા, આડઅસરો જેવા કેટલાક અભિગમોની પણ આવશ્યકતા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ઉપલબ્ધ રસીનો હેતુ કોરોના ચેપને રોકવા માટે ઓછામાં ઓછા 60 થી 70 ટકા અસરકારક અને પ્રભાવકારી બનાવવાનો છે.

સાયન્સ ઇનસાઇડરમાં પ્રકાશિત અહેવાલ મુજબ
બેચલર કોલેજ ઓફ મેડિસિનની રસી નિષ્ણાત મારિયા એલેના બોટાટીનું કહેવું છે, “તમને જેવી રસી મળી જાય એટલે એનો અર્થ એ નથી કે તમે તમારું માસ્ક કાઢીને કચરામાં ફેંકી દો. તે થવાનું નથી. મને આશા છેકે, લોકોએ એવું વિચારીને બેસવું ન જોઈએ કે રસી જાદુઈ રીતે વાયરસના જોખમને દૂર કરશે. આનો અર્થ એ છેકે આપણે એક વધુ સારી રસી બનાવવાની જરૂર છે જે કોરોના વાયરસના ચેપને સંપૂર્ણપણે નાબૂદ કરે.” તેમણે કહ્યું કે, તેમાં ઘણો સમય લાગશે.

નિષ્ણાતોના મતે, કોરોના વાયરસની રસીના આવવાનો મતલબ એ નહી હોય કે, રોગચાળા પહેલાનું જીવન ખૂબ જ સરળતાથી પાછું આવશે. રસી હોવા છતાં, આપણે આપણી વચ્ચે શારીરિક અંતર અને સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ. માસ્ક પહેરવાની પણ જરૂર રહેશે. આ અભ્યાસની મદદથી, રસી તેનું કાર્ય અસરકારક રીતે કરી શકશે.

નિષ્ણાતો કહે છે કે કોરોના રસીની અસરકારકતા પર બહુજ શંકા નથી. તેમાં કોઈ શંકા નથી કે કોરોના રસી ન હોવા કરતાં એક એવી રસીનું હોવું જે રસી 60% સુધી કામ કરે છે. આવી રસીઓ દ્વારા આપણને હર્ડ ઈમ્યુનિટી મેળવવામાં મદદ મળશે. તેથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખો. તે વધુ વિશ્વસનીય હશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page