Only Gujarat

Bollywood

ટોપ રહેલી આ ગુજરાતી સિંગર આજે લાગે છે આવી, ધ્યાનથી જોશો તો જ ઓળખશો

ગુજરાતના અમદાવાદમાં જન્મેલી ગાયિકા અલીશા ચિનોય 90ના દાયકાની ટોચની સિંગરમાંથી એક હતી. એ દિવસોમાં તેનું ગીત મેડ ઈન ઈન્ડિયાએ ખુબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. અલીશા વિશેની કેટલીક રોચક માહિતી જાણીએ.

અલીશાને સંગીરતકાર બપ્પી લહેરીએ ફિલ્મોમાં ગીત ગાવાની તક આપી હતી. બંનેએ સાથે મળી અનેક હિટ્સ ગીત આપ્યા. અલીશાએ 90ના દાયકામાં અંદાજે તમામ મોટી અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો હતો. તેઓએ કરિશ્મા કપૂર, દિવ્યા ભારતી, માધુરી દિક્ષિત, જુહી ચાવલા અને શ્રીદેવી માટે ગીત ગાયા છે. એટલું જ નહીં ફિલ્મ બંટી ઔર બબલીનું આઈટમ સોંગ કજરારે પણ અલીશા ચિનોયે ગાયું છે.

1995માં અલીશા એ સમયે ચર્ચામાં આવી જ્યારે તેઓએ સંગીતકાર અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. અલીશાએ અનુ મલિક પર કેશ પણ દાખલ કરાવ્યો હતો. એટલું જ નહીં 26.60 લાખનું વળતર પણ માગ્યું. જો કે અનુ મલિકે આરોપો નકાર્યા પણ હતા. તેઓએ અલીશા પર બે કરોડની માનહાનીનો કેસ કર્યો હતો. થોડા વર્ષો બાદ મામલે સમાધાન કરી લેવામાં આવ્યું.

આ હોબાળા બાદ છ વર્ષ બાદ અલીશાએ અનુ મલિક સાથે ફિલ્મ ઇશ્ક વિશ્ક માટે ગીત પણ ગાયું. આ સિવાય બંનેએ ઇન્ડિયન આઇડલની સીઝન પણ સાથે જજ કરી. અંગત જીવન વિશે વાત કરીએ તો અલીશાના સંબંધ કેનેડિયન મ્યૂઝિશિયન અને બિઝનેસમેન રોમલ સાથે રહ્યાં.

અલીશાએ પોતાના મેનેજર રાજેશ ઝવેરી સાથે લગ્ન કર્યા પરંતુ બાદમાં બંને અલગ થઇ ગયા. અલીશાએ ફરી લગ્ન કર્યા. હાલ તે એકલી રહે છે અને ખુશ છે. અલીશાનું કહેવું છે કે આ એકાંતપણાથી તે ખુબ જ ખુશ છે અને પોતાની મરજીની માલિક છે.

You cannot copy content of this page