Only Gujarat

Bollywood

ડૉક્ટર્સે આપી સંજય દત્તને સ્ટંટ સીનથી હાલ દૂર રહેવાની સલાહ, સામે ચાલીને કર્યા સીનમાં ફેરફાર

મુંબઈઃ 61 વર્ષીય સંજય દત્ત પોતે જણાવી ચૂક્યા છે કે તેમણે કેન્સરને માત આપી દીધી છે. જોકે હાલ તેઓ સંપૂર્ણ ફિટ થયા નથી અને ડૉક્ટર્સે તેમને થોડા સમય માટે ફિલ્મ્સમાં સ્ટંટ સીન્સ કરવાની ના પાડી છે. તાજેતરમાં સંજય એક સલૂન બહાર જોવા મળ્યા હતા. તેમણે વાળમાં કલર કરાવ્યો છે. ચેહરા પર માસ્ક અને આંખમાં ગુસ્સા સાથે તેઓ ફોટોગ્રાફર્સને જોતા જોવા મળ્યા. તેમના ગળામાં સોનાની મોટી ચેન હતી અને તેની પર જ પોતાના ચશ્મા લટકાવેલા હતા. આ તસવીરો તેઓ સલૂનથી ઘરે જવા રવાના થયા ત્યારની છે.

એક અહેવાલ અનુસાર, સંજય દત્ત ટૂંકસમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ્સની અધૂરી શૂટિંગને પૂર્ણ કરવા કામ પર પરત ફરશે. જોકે તેઓ હાલ હેવી વર્ક કે સ્ટંટ સીન કરશે નહીં. સંજય દત્તની હેલ્થને ધ્યાનમાં રાખતા તેમના ભાવિ પ્રોજેક્ટ્સમાં પણ અમુક ફેરફારો કરવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંજયની ઘણી ફિલ્મ્સ છે જેમાં હાલ અમુક પ્રમાણમાં કામ પૂર્ણ કરવાનું બાકી છે.

સંજય દત્તને ફિલ્મ ‘પૃથ્વીરાજ’ અને સાઉથ સુપરસ્ટાર યશની ‘કેજીએફ-2’ માટે અમુક મુશ્કેલ સ્ટંટ શૂટ કરવાના હતા. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા બંને ફિલ્મની એક્શન સીક્વન્સમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ‘કેજીએફ 2’માં યશ અને સંજય વચ્ચે એક મોટો ફાઈટ સીન શૂટ થવાનો હતો અને યશે જાતે જ એક્શન સીન્સમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો.

આ અંગે યશે જણાવ્યું કે,‘સંજયની હેલ્થ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. અમે તેમના સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યાં હતા. હવે તેઓ સ્વસ્થ થઈ ગયા છે પરંતુ અમે તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ કામ કરીશું.’

સંજય દત્તે અમુક દિવસ અગાઉ જ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર માહિતી આપી હતી કે તેઓ કેન્સરને માત આપવામાં સફળ થયા છે 11 ઓગસ્ટે સંજયે પોતે જ શ્વાંસ લેવામા સમસ્યા થતી હોવાની જાણ કરી હતી અને સાથે અમુક દિવસ ફિલ્મ્સથી દૂર રહેવાની વાત કરી હતી.

18 ઓગસ્ટે સંજયે ફોટોગ્રાફર્સ સામે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. વક્રફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્તની અપકમિંગ ફિલ્મ્સમાં ‘શમેશેરા’, ‘કેજીએફ ચેપ્ટર-2’, ‘પૃથ્વીરાજ’, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ અને ‘તોરબાજ’ સામેલ છે. આમાથી અમુક ફિલ્મ્સ પૂરી થઈ ગઈ છે જ્યારે અમુક પૂર્ણ થવાના આરે છે.

You cannot copy content of this page