Only Gujarat

FEATURED National

14 વર્ષના લગ્નજીવનનો આવો અંત આવશે, કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી, પોલીસની પત્નીએ ભર્યું એવું પગલું કે..

સુશાંત ગોલ્ફ સિટીમાં રહેતા ડીઆઈજી ચંદ્રપ્રકાશની પત્ની પુષ્પા પ્રકાશ (36) એ શનિવારે સવારે પોતાને ફાંસી લગાવી હતી. ઘટનાની થોડી મિનિટો પહેલા ડીઆઈજી ઘરની બહાર નીકળ્યા હતા. પુષ્પાએ તેને ફોન કરીને કહ્યું, તારું જીવન તને મુબારક, હું જાઉં છું. આ સાંભળીને ડીઆઈજી ઘરે પરત ફર્યા. જોકે, ત્યાં સુધીમાં પુષ્પાએ આત્મહત્યા કરી લીધી હતી. જેસીપી લો એન્ડ ઓર્ડર નવીન અરોરા અને અન્ય અધિકારીઓ ડીઆઈજીના ઘરે પહોંચ્યા હતા અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

એડીસીપી સુરેશચંદ્ર રાવતે જણાવ્યું કે ડીઆઈજી ચંદ્રપ્રકાશ ઉન્નાવ પોલીસ તાલીમ કેન્દ્રમાં મુકાયા છે. પરિવારમાં પત્ની પુષ્પા પ્રકાશ ઉપરાંત 13 વર્ષની પુત્રી અનન્યા, 12 વર્ષીય કૃતિકા અને સાત વર્ષનો પુત્ર દિવ્યાંશ છે. શનિવારે સવારે તેઓ શાસનના કામ માટે ઘરની બહાર નીકળ્યા હતા. થોડી વાર પછી પુષ્પાએ તેને કોલ કર્યો અને કહ્યું, તમારું જીવન તમને મુબારક, હું જઈ રહી છું, ત્યારબાદ તેણે કોલ કાપી નાંખ્યો.

ચંદ્રપ્રકાશે પુષ્પાના નંબર પર ફોન કર્યો, પણ ફોન ઉપડ્યો નહીં, તેથી તે તરત જ ઘરે પાછો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકો અને નોકરો ગ્રાઉન્ડ ફ્લોર પર હતા જ્યારે પુષ્પા પહેલા માળે રૂમમાં હતી. તેનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવતા પ્રતિક્રિયા ન મળી તો ડીઆઈજીએ દરવાજો તોડ્યો. અંદર પત્નીને લટકતી હાલતમાં જોઈને તરત જ દુપટ્ટાનો ફંદો કાપીને તેને લોહિયા હોસ્પિટલ લઈને ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. સુશાંત ગોલ્ફ પોલીસ સ્ટેશનનું કહેવું છેકે, આપઘાતનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.

આઈપીએસ અને પીપીએસનો થયો જમાવડો
ઘટનાની જાણ થતાં જ લોહિયા હોસ્પિટલ અને ડીઆઈજીના ઘરે આઈપીએસ અને પીપીએસ અધિકારીઓનો જમાવડો થયો હતો. ડીજી ફાયર સર્વિસ અજય, એડીજી ચંદ્રપ્રકાશ, ડીસીપી પૂર્વી ચારુ નિગમ, ડીસીપી સાઉથ રાયસ અખ્તર, એસીપી ડો.અર્ચના સિંહ સહિતના અનેક અધિકારીઓએ પરિવારને સાંત્વના આપી હતી. પુષ્પા મૂળ આઝમગઢની હતી. તેનો ભાઈ હાપુરમાં એસડીએમ છે. ત્રણેય બાળકો કેમ્પસમાં આવેલી જીડી ગોએન્કા સ્કૂલમાં અભ્યાસ કરે છે.

નાની વાતોમાં નારાજ થઈ જતી હતી પુષ્પા
ડીઆઈજીની નજીકનાં લોકોએ જણાવ્યુકે, પુષ્પા પ્રકાશ નાની-નાની વાતો ઉપર નારાજ તઈ જતી હતી. જોકે, ક્યારેય પણ તેણે આત્મઘાતી પગલું ભર્યુ ન હતુ. ડીઆઈજી અને પુષ્પા પ્રકાશનાં લગ્નને 14 વર્ષ થઈ ચૂક્યા છે. બંનેનું વૈવાહિક દાંમ્પત્ય સુખરૂપ ચાલી રહ્યુ હતુ. પોલીસ મુજબ, શુક્રવારે રાત્રે કે શનિવારે સવારે દંપતી વચ્ચે કોઈ વાતને લઈને ખટરાગ થયો હતો, તે બાદ પુષ્પા પ્રકાશે આત્મહત્યા કરી લીધી હતી.

You cannot copy content of this page