Only Gujarat

Bollywood FEATURED

જાણીતી ટીવી એક્ટ્રેસે આપ્યો દીકરીને જન્મ, લાડલીની તસવીર પણ કરી શૅર

મુંબઈઃ ટીવી સિરીયલ ‘મેરી આશિકી તુમ સે હી’ ફેમ એક્ટ્રસ સ્મૃતિ ખન્નાએ માતા બની ગઈ છે. તેણે બુધવારે 15 એપ્રિલે એક દીકરીને જન્મ આપ્યો છે. માતા-પિતા બન્યા બાદ સ્મૃતિ અને ગૌતમ ગૃપ્તા ખૂબ જ ખુશ છે. એક્ટ્રસે દીકરી અને પતિ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર દીકરીનો પહેલો ફોટો શેર કર્યો છે. આ ક્યૂટ ફોટોમાં સ્મૃતિએ દીકરીને ખોળામાં બેસાડી છે. સ્મૃતિ સાથે તેના પતિ પણ બેઠો છે. ઉલ્લેખનીય છે કે, આ ફોટામાં તેમની દીકરીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.

દીકરીને ખોળામાં લઈ બંને એકબીજાની આંખોમાં ખોવાયેલા છે. માતા-પિતા બનવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. આ ફોટો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક્ટ્રસે આ ફોટાના કેપ્શનમાં લખ્યું કે, તેમની પ્રિન્સેસ દુનિયામાં 15 એપ્રિલ 2020એ આવી છે.

થોડાં સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્મૃતિના પતિએ જણાવ્યું હતું કે, ‘દીકરી અને મા બંને સ્વસ્થ છે. તે સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી ગયા હતાં. તેમણે કહ્યું કે, ‘અમે જુહૂમાં રહીએ છીએ અને હોસ્પિટલ ખારમાં છે.’

ગૌતમે કહ્યું કે, લૉકડાઉન વચ્ચે તેણે જાતે કાર ડ્રાઇવ કરી અને તેઓ સલામત રીતે હોસ્પિટલ પહોંચી ગયા હતાં. તે ખુશ છે કે દરેક સુરક્ષિત અને સ્વસ્થ છે. નોંધનીય છે કે આ કપલના લગ્ન 2017માં થયાં હતાં.

સ્મૃતિ ખન્નાને સેલેબ્સ અને ફેન્સ મા બનવા પર શુભેચ્છા આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પર શુભેચ્છો આપવામાં આવી રહી છે. એક્ટ્રસે તેની પ્રેગ્ન્સીના સમયને ખૂબ જ એન્જોય કર્યો છે. તે ઘણીવાર સોશિયલ મીડિયામાં તેના બેબી બંપના ફોટો શેર કરતી હતી.

ઉલ્લેખનીય છે કે, ગયાં વર્ષે ડિસેમ્બરમાં સ્મૃતિએ પોતાની પ્રેગ્ન્સી વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. સ્મૃતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ઘણાં ટીવી શૉમાં જોવા મળી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page