Only Gujarat

Bollywood

અક્ષયે પોતાની ચિંતા કર્યાં વગર જ દરિયામાં ડૂબતી આ અભિનેત્રીનો બચાવ્યો હતો જીવ

મુંબઈઃ લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978માં ગાઝિયાબાદમાં થયો હતો. તેણે વર્ષ 2000માં મિસ યૂનિવર્સ જીતી હતી. આ પછી તેમણે બોલિવૂડમાં પગ મૂક્યો અને એક પછી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. લારા દત્તાએ તેનો 42મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. લારા ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે, પણ તેને પોતાના દમદાર કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. લારાએ બોલિવૂડમાં સલમાન ખાન ઉપરાંત અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે.

લારા દત્તાની ફિલ્મ ‘અંદાજ’ (2003)ને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી પણ, તેના શૂટિંગ દરમિયાન એક દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં લારાનો જીવ પણ જઈ શકતો હતો. ફિલ્મ ‘અંદાજ’માં લારા સાથે અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું.

‘ફિલ્મ’ અંદાજનું ‘રબ્બા ઇશ્ક ના હોવે’ સાઉથ આફ્રિકામાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીતનું શૂટિંગ એક પહાડ પર કરવામાં આવ્યું છે. ગીતના શૂટિંગ માટે અક્ષય અને લારા પહાડ પર ઊભાં હતાં. આ દરમિયાન લારા દત્તાએ કાબૂ ગુમાવ્યું અને ભારે મોજાંમાં ડૂબવા લાગી હતી.

લારા દત્તા પાણીમાં પડતાં દરેક ઘબરાઈ ગયા હતા કેમ કે, લારાને ત્યારે તરતાં આવડતું નહોતું અને તે બચવા માટે હાથ-પગ હલાવતી હતી. આ દરમિયાન અક્ષયકુમારે પોતાના જીવની ચિંતા કર્યા વગર લારાને બચાવવા દરિયામાં કૂદી ગયા હતાં. આ દરમિયાન લોકો કઈ સમજે તે પહેલાં, અક્ષય લારાની સાથે પાણીની બહાર આવી ગયા હતાં.

લારા દત્તાને અત્યારે તરતા આવડે છે. લારા અંદાજ પછી ફિલ્મ ‘બ્લૂ’ના શૂટિંગ દરમિયાન તરતાં શીખી હતી. લારાએ તેનાં એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મ ‘બ્લૂ’નું મોટાંભાગનું શૂટિંગ પાણીમાં જ થયું હતું જેથી તેની પાસે તરતાં શીખવા ઉપરાંત કોઈ ઓપ્શન નહતો.

લારા વર્ષ 2000માં મિસ યૂનિવર્સ જીતી હતી. તેણે સ્વિમશૂટ રાઉન્ડમાં સૌથી વધુ સ્કોર મળ્યો હતો. ફાઇનલમાં તેને દમદાર જવાબથી લારાએ આ ખિતાબ જીત્યો હતો. ભારતમાં અત્યાર સુધી બે એક્ટ્રસે મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. લારા પહેલાં સુષ્મિતા સેને મિસ યૂનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

લારા દત્તાએ વર્ષ 2011માં ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતાં. એક્ટ્રસે લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. મહેશ અને લારાનું બોન્ડિંગ પણ ખૂબ જ સારું છે અને બંને સોશિયલ મીડિયા પર એકબીજાનો ફોટો શેર કરતાં રહે છે.

લારા મહેશ સાથે લગ્ન સાથે કર્યા પછી પોતાનો બધો સમય પરિવારનું ધ્યાન રાખવામાં પસાર કરે છે. લારા દત્તા છેલ્લે અક્ષયકુમાર સાથે ‘સિંઘ ઇઝ બ્લિંગ’માં જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page