Only Gujarat

Bollywood FEATURED

દેશને કોરોનાથી બચાવવા સલમાનની આ ‘વોન્ટેડ ગર્લ’ કર્યું આ મોટું કામ

મુંબઈઃ કોરોના વાયરસનો રોગચાળો ઝડપથી ફેલાઇ રહ્યો છે. જ્યાં એક મહિના પહેલા ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100 જેટલી હતી, હવે આ આંકડો વધીને હજારોમાં પહોંચી ગયો છે અને ક્વોરન્ટીઈનમાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ આર્થિક અથવા તો અન્ય રીતે મદદ કરી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી ‘વોન્ટેડ ગર્લ’ આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમીએ પણ મદદ માટે હાથ આગળ કર્યો છે.

ફરહાન આઝમીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને પોતાની ગલ્ફ હોટેલ ક્વૉરન્ટીન સેન્ટર તરીકે વાપરવા માટે આપી છે. તેની હોટલ દક્ષિણ મુંબઈમાં આવેલી છે. ફરહાને ઈન્સ્ટાગ્રામ પર આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે એક પોસ્ટ શેર કરી અને લખ્યું- ‘ગલ્ફ હોટેલ સ્ટેન્ડિંગ ઓવેશનની હકદાર છે કારણ કે તે દરેક મુશ્કેલી સમયે કામ આવે છે. 1993ના રમખાણોમાં ધારાવી, પ્રતિક્ષા નગર અને અન્ય વિસ્તારોના લોકો અહીં રોકાયા હતા અને આજે, કોરોના સંકટ સમયે, તે એવાં લોકોને કામ આવી રહી છે જે આપણને બચાવી રહ્યા છે.

ગ્લફ હોટલમાં રોકાશે આ લોકોઃ ફરહાન આઝમીની ગલ્ફ હોટલનો ઉપયોગ મુંબઇ પોલીસ એક ક્વૉરન્ટીન સેન્ટર તરીકે કરશે. થોડા દિવસો પહેલા તેમણે રાહત સામગ્રી તરીકે રફીક નગરમાં પણ મોકલી હતી. ફરહાન એક ઉદ્યોગસાહસિક છે અને રેસ્ટોરાંનો ઓપરેટર પણ છે. તેણે 2009માં આયેશા ટાકિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે.

કોરોના વાયરસને કારણે દેશમાં ત્રાહિમામનું વાતાવરણ છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે આર્થિક મદદ કરી છે. અક્ષય કુમારે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડનું દાન આપ્યું છે. તે જ સમયે, શાહરૂખ ખાને અનેક સંગઠનોને દાન આપવાની સાથે એક ક્વૉરન્ટીન સેન્ટર તરીકે પોતાની ઓફિસ આપી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page