એક્ટ્રેસને રૂટ કેનલ સર્જરી કરાવવી ભારે પડી, 23 દિવસથી થઈ રહ્યો છે દુખાવો

કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશની સાથે જે થયું તે બહુ જ ભયાનક છે. રૂટ કેનલ સર્જરી બાદ તેનો ચહેરા પર સોજો આવી ગયો હતો, અભિનેત્રીની તસવીર જોઈને દરેક લોકો ચોંકી ગયા હતાં. સ્વાતિનો બગડેલો ચહેરો જોઈ ચાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી પોર્ટલના ઈન્ટરવ્યૂમાં સ્વાતિએ પોતાની દુખભરી દાસ્તાન જણાવી હતી. તેણે આ ઘટનાની સંપૂર્ણ કહાની કહી હતી.


સમગ્ર ઘટનાની વાત કરતાં સ્વાતિએ કહ્યું કે, 28 મેના દિવસે હું રૂટ કેનલ ટ્રીટમેન્ટ માટે ગઈ હતી. મારું રૂટ કેનલ સંપૂર્ણ રીતે થયું હોતું. મારા ચહેરા પર આવેલ સોજાના કારણે તે અધુરી રહી ગઈ હતી. જ્યારે સ્વાતિને પૂછવામાં આવ્યું કે, આ સર્જરી દરમિયાન તેણે શું ચેલેન્જ ફેસ કર્યું? જવાબમાં અભિનેત્રીએ કહ્યું, હું ડેંટિસ્ટ નથી માટે શું થયું તેના પર કોઈ કમેન્ટ કરી શકીશ નહીં. પરંતુ હું એ જરૂર કહી શકીશ કે જે મને બીજા ડેંટિસ્ટે કહ્યું, જ્યારે મેં તેમને સેંકન્ડ ઓપિનિયન માટે કન્સલ્ટ કર્યાં. સૌથી પહેલા ડોક્ટરે મને sodium hypochloriteનું ઈન્જેક્શન આપ્યું. જે સમયે તે ઈન્જેક્શન લગાવ્યું ત્યારે હું રડવા લાગી હતી. મેં બુમાબુમ કરી મુકી હતી. ત્યાર બાદ anesthesiaનું ઈન્જેક્શન લગાવ્યું હતું.


પરંતુ બીજા ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, સૌથી પહેલા anesthesiaનું ઈન્જેક્શન લગાવવું જોઈતું હતું ત્યાર બાદ sodium hypochloriteનું ઈન્જેક્શન લગાવવાનું હતું. ડા, ડોક્ટરે ભૂલ કરી પરંતુ મેડિકલ ટર્મ્સમાં દરેક લોકોથી ભૂલ થાય છે. તેનો એક રસ્તો હતો જે સમયે તેણે બૂમો પાડી ત્યારે ડોક્ટરે સેલિનનું ઈન્જેક્શન આપ્યું હોત તો આટલો બધો સોજો આવ્યો નહોત. પરંતુ તેણે એવું કર્યું નહીં. હું ઘરે ગઈ અને સુઈ ગઈ હતી. જ્યારે હું સવારે ઉઠી તો મારો આખો ચહેરો બદલાયેલો હતો.


સ્વાતિએ વધુમાં જણાવ્યું કે, હવે હું ધીરે ધીરે રિક્વર થઈ રહી છું, પરંતુ મારા લિપ્સ સરખાં શેપમાં આવી રહ્યાં નથી. હું સારી રીતે હસી પણ નથી શકતી. 23 દિવસ થઈ ગયા છે તો પણ મારા હોઠોમાં સેન્સ નથી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, જેને સારું થવામાં 2 અઠવાડિયા અથવા 1 મહિનો લાગી શકે છે. શું સ્વાતિ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન અને ડોક્ટરની વિરુદ્ધ કેશ કરશે? જેના જવાબમાં સ્વાતિએ કહ્યું, આ સમગ્ર ઘટના અંગે હું મારા પરિવાર સાથે ચર્ચા કરીશ, કારણ કે જો હું કોર્ટમાં જઈશ તો આ કેસ 2 વર્ષ સુધી ચાલશે. હું તેને લીગલ નોટિસ મોકલવાનું પ્લાનિંગ કરી રહી છું.


અભિનેત્રી સ્વાતિના એક્ટિંગ કરિયર પર તેની શું અસર પડશે? જવાબમાં સ્વાતિએ કહ્યું કે, ચહેરો ખરાબ હોવાના કારણે તેણે પોતાની નોકરી ખોઈ બેઠી છે. ઘણાં ઓર્ડ્સ, મોડલિંગ, અસાઈનમેન્ટ, સીરિયલ્સ અને ફિલ્મો પણ ખોઈ દીધી છે. પોતાની સાથે થયેલ આ ઘટનાથી લોકોને સીખ આપતાં સ્વાતિએ કહ્યું કે, હંમેશાન સ્પેશલિસ્ટની પાસે ટ્રીટમેન્ટ કરાવો અને ક્લિનિકમાં વિઝિટ ના કરો.