Only Gujarat

FEATURED International

સગી મા પણ ઓળખી નહોતી શકતી, એક જ સમયે જાય બાથરૂમ ને બધું જ કરે સાથે

પર્થઃ જોડિયા ભાઈ બહેનોના લુક્સ ઘણી વાર એક જેવા હોય છે, જેથી તેમને આઈડેન્ટિકલ ટ્વીન્સ કહેવામાં આવે છે. તેમના ફીઝીકલ ફીચર્સ મળતા આવે છે. સોશિયલ મીડિયામાં આવા જ એક આઈડેન્ટિકલ ટ્વીન્સ ચર્ચામાં છે. જે પર્થમાં રહેતા એના અને લૂસી ડિસિંક. આ બંનેને દુનિયાની સૌથી વધુ મળતા આવતા આઈડેન્ટિકલ ટ્વીન્સ કહેવામાં આવે છે.


તેમના લૂકમાં પણ એટલી સમાનતા છે કે તેમને ભાગ્યે જ કોઈ ઓળખી શકે છે. બંનેના શોખ પણ સરખા જ છે. બંનેનું દિલ પણ એક જ વ્યક્તિ પર આવ્યું છે. છેલ્લા 9 વર્ષથી બંને 39 વર્ષના બેન બયર્નેને ડેટ કરી રહ્યા છે. બંને એક સાથે બેન સાથે રહે છે. હવે આ બે બહેનોએ ટીવી શોમાં પોતાના દિલનો એક મહત્વનું અરમાન શેર કર્યું છે. જે બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

જોડિયા બહેનોએ ટીવી પર પોતાની પ્રેગ્નન્સી લઈને અરમાન શેર કર્યા છે. દુનિયાની સૌથી વધુ આઈડેન્ટિકલ ટ્વિન્સ હોવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર 34 વર્ષની એના અને લૂસી ડિસિંકે ખુલાસો કર્યો છે કે તેમને એક સાથે જ પ્રેગ્નન્ટ થવું છે.

ઑસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી એના અને લૂસી ડિસિંક એટલા આઈડેન્ટિકલ છે કે તે એક સાથે જ સૂએ છે, બંનેને બાથરુમ એક સરખા સમયે જવું હોય છે. ત્યાં સુધી કે બંને 9 વર્ષથી એક જ શખ્સ સાથે સુએ છે.

હાલમાં જ તેમણે એક ઑસ્ટ્રલિયાના શોમાં જણાવ્યું કે તે IVFના માધ્યમથી પ્રેગ્નન્સી પ્લાન કરી રહી છે. બંને ઈચ્છે છે કે તેઓ એકસાથે પ્રેગનેન્ટ થાય અને માતૃત્વનો આનંદ પણ એકસાથે જ ઉઠાવે.

બંને બહેનો જીવનના તમામ અનુભવ એકસાથે લેવા માંગે છે. તેમનું તો અરમાન છે કે સાથે વૃદ્ધ થઈને એકસાથે મોતને ગળે લગાવે. એનાએ જણાવ્યું કે તેઓ IVFના માધ્યમથી પોતાના ઈંડા ફ્રીઝ કરાવી રહી છે. બંનેએ કહ્યું કે ભવિષ્યનું કાંઈ નક્કી નથી. એટલે જ બંને પોતાની પ્રેગ્નન્સીને સિક્યોર કરી રહી છે.

જો કે, એકસાથે પ્રેગનેન્ટ થવું કિસ્મતના ભરોસા પર છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે જો એક દીકરો અને એક દીકરી હશે તો શું તેઓ પ્રભાવિત થશે, તેના પર તેમણે કહ્યું કે જ્યાં સુધી બંને સ્વસ્થ હશે ત્યાં સુધી કોઈ ફેર નહીં પડે.

બંને બહેનો એક જ શખ્સને જ ડેટ કરી રહી છે. બંનેનું કહેવું છે કે બેન તેમને સરળતાથી ઓળખી લે છે. તે તેમનો અવાજ પણ ઓળખી લે છે. જ્યારે એવું તો તેમના માતા પણ નહોતા કરી શકતા.

બેનની સાથે બંનેને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. બંનેએ પહેલી વાર બેનને એકસાથે જ કિસ કરી હતી. બંનેએ કહ્યું કે તેમને ક્યારેય પાર્ટનર શેર કરવામાં ઈર્ષા નથી થઈ. બેન જ્યારે એકને કિસ કરે છે તો તરત બાદ બીજીને પણ. હવે બંને એકસાથે બેનના બાળકની મા બનવા માંગે છે.

You cannot copy content of this page