Only Gujarat

Bollywood FEATURED

6 વર્ષ બાદ આવી દેખાય છે ‘બજરંગ ભાઈજાન’ની મુન્ની, તસવીરો જોઈને પણ નહીં ઓળખી શકો

મુંબઈઃ 6 વર્ષ પહેલાં 2015માં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીનો રોલ પ્લે કરનારી બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રા ઘણી મોટી થઈ ગઈ છે. હર્ષાલી મલ્હોત્રા હવે 13 વર્ષની થઈ ગઈ છે અને હાલમાં જ તે એરપોર્ટની બહાર તેની મમ્મી સાથે સ્પૉટ થઈ હતી. આ દરમિયાન હર્ષાલી જીન્સ, ટી-શર્ટ અને જેકેટમાં જોવા મળી હતી. હર્ષાલીએ તેની મમ્મી સાથે પોઝ આપ્યો હતો. જોકે, તેમને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો મજાક ઉડાવી રહ્યાં છે.

એરપોર્ટ પર હર્ષાલી વ્હાઇટ જેકેટ, ડેનિમમાં જોવા મળી હતી. તેમણે જે રીતે પોઝ આપ્યા તે, તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

હર્ષાલીએ જે રીતે એરપોર્ટ પર પોઝ આપી તે જોઈ લોકો તેમને બોલિવૂડની મોટી હીરોઇન સમજી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યાં છે કે, તે પોતાની ઉંમર કરતાં વધારે મેચ્યોર લાગી રહી છે.

હર્ષાલી પાસે અત્યારે કોઈ કામ નથી. તે અત્યારે પોતાની સ્ટડી પર ફોકસ રાખી રહ્યાં છે.

હર્ષાલીનો ચહેરો જોઈ લોકોએ કોમેન્ટ કરી હતી. એક યૂઝરે લખ્યું કે, ‘મુન્નીના ચહેરા પર પાઉડર થોડો વધારે છે.’ તો એક બીજા યૂઝરે લખ્યું કે, ‘ચાલતા-ફરતાં પોન્ડ્સ પાઉડરની એડ કરી રહી છે કે શું મુન્ની?’

એકબીજા યૂઝરે હર્ષાલીના ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘મુન્ની ચહેરા પર બ્લીચ લગાવીને નીકળી છે કે શું?’ તો એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘મુન્નીએ કદાચ ભૂલથી બિરલા પુટ્ટી લગાવી છે જેને લીધે મોઢું ચમકી રહ્યું છે. અંતરિક્ષમાંથી કોઈ જીવ આકર્ષિત પણ થઈ શકે છે મુન્નીના ચહેરાની ચમક જોઈને.’

ઉલ્લેખનીય છે કે, હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 3 જૂન, 2008માં થયો હતો. ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ રિલીઝ થઈ ત્યારે તેની ઉંમર માત્ર 7 વર્ષ હતી. હવે હર્ષાલી 13 વર્ષની થઈ ગઈ છે. હર્ષાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કરતી રહે છે.

ગત દિવાળીના અવસરે હર્ષાલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરી તેમના ફેન્સને શુભેચ્છા આપી હતી. આ સાથે જ હર્ષાલીએ દિવાળી પૂજાનો ફોટો પણ શેર કર્યો હતો. આ દરમિયાન તે લાલ રંગના સલવાર કુર્તામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

હર્ષાલીએ સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી પાકિસ્તાની મુસ્લિમ છોકરી મુન્નીનો રોલ પ્લે કર્યો હતો, જે બોલી શકતી નહોતી. મુન્ની પાકિસ્તાથી ખોવાઈને ભારતમાં આવી જાય છે. આ પછી ભારતમાં બજરંગી ભાઈજાન એટલે કે સલમાન ખાન મુન્નીને પાછી પાકિસ્તાન તેના ઘરે મૂકવા જવા માટે મદદ કરે છે.

ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ પછી હર્ષાલીએ ટીવી સિરિયલ ‘કુબૂલ હૈ’ અને ‘લૌટ આઓ ત્રિશા’માં પણ કામ કર્યું છે. હવે ફેન્સ હર્ષાલીની અપકમિંગ ફિલ્મ અથવા ટીવી સિરિયલની રાહ જોઈ રહ્યાં છે. જોકે, હર્ષાલીએ અત્યારસુધી તેની કોઈ ફિલ્મ અથવા ટીવી સિરિયલ અંગે જાહેરાત કરી નથી.

એક ઇવેન્ટ દરમિયાન દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે હર્ષાલી મલ્હોત્રા

You cannot copy content of this page