Only Gujarat

International

નસીબ તો આને કહેવાય બોસ! ટ્રકમાંથી ઘાસની થેલી પડી ને આ વ્યક્તિએ જેવી ખોલી ને તરત જ બન્યો કરોડપતિ

કોઈની કિસ્મત ક્યારે પલટી જાય કોઈ નથી જાણતું. નસીબ જોત જોતામાં પલટી ખાઈ જાય છે. એવી અનેક કહાનીઓ તમને સાંભળવા મળતી હશે, જેમાં કિસ્મતનો ખેલ લોકોને હેરાન કરી દે છે. આવો જ એક મામલો નૉર્ધર્ન આયરલેન્ડથી સામે આવ્યો છે, જ્યાં રસ્તા પર જઈ રહેલા એક ટ્રકે કાળા રંગના પ્લાસ્ટિકમાં બંધ ઘાસ જેવું કાંઈક ભરેલા કેટલાક બેગ ફેંક્યા. તેમને ઉઠાવવા ગયેલા શખ્સને લાગ્યું કે તે રસ્તા પર કચરો સાફ કરી રહ્યો છે. પરંતુ અસલમાં તેમાં કરોડોનું ડ્રગ્સ હતું. જી હાં, માર્કેટમાં આ સૂકા ગાંજાની કિંમત 9 કરોડ 47 લાખ રૂપિયા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ સાથે જ મામલો પોલીસ સુધી પહોંચતા તેની તપાસ શરૂ થઈ ગઈ છે.

મામલો 3 ઑક્ટોબરે સામે આવ્યો જ્યારે નૉર્ધર્ન આયરલેન્ડમાં હાઈ વે પર ચાલતી ટ્રકમાંથી કાળા રંગના કેટલાક બેગ્સ રસ્તા પર પડી ગયા.

રસ્તા પરથી પસાર થતા એક શખ્સની નજર તેના પર પડી. તેને લાગ્યું કે કચરો એમ જ હાઈવે પર પડ્યો છે, એટલે તે તેને હટાવવા માટે ગયો.

શખ્સે જોયું કે પ્લાસ્ટિકની અંદર સૂકા ઘાસ જેવી એક ચીજ છે. જ્યારે કિનારે આવીને તેણે તપાસ કરી તો તે ઘાસ નહીં, પરંતુ ગાંજો છે.

જેટલી માત્રામાં ગાંજો મળ્યો હતો, જેની બજારમાં લગભગ 10 કરોડ રૂપિયા કિંમત હતા. પરંતુ આ મામલો ડ્રગ્સ સાથે જોડાયેલો હતો તો તેણે પોલીસને જાણ કરી.

હવે પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે કે, ક્યો ટ્રક હતો, જેણે આ માલ રસ્તા પર ફેંક્યો હતો. કારણ કે જો પ્લાસ્ટિકના કેટલાક બેગ પડ્યા છે તો કેટલો માલ ટ્રકમાં લોડેડ હશે.

પોલીસે ત્યાં હાજર લોકોને પૂછપરછની સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં પોલીસને કોઈ પુરાવો નથી મળ્યો.

પોલીસે લોકોને ટ્રકની કોઈ જાણકારી આપે તો ઈનામ આપવાની વાત પણ કરી છે. સાથે જ ઈમરજન્સી નજર પણ જાહેર કર્યો છે. આ મામલાએ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે.

You cannot copy content of this page