Only Gujarat

Bollywood

અર્ચનાએ નોકરાણીનો વીડિયો કર્યો પોસ્ટ, લોકોએ અભિનેત્રીના વ્યવહારના પણ કર્યા વખાણ

મુંબઈ: દેશમાં હાલ ચાલી રહેલા લૉકડાઉન વચ્ચે અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને રોજ પોતાની લાઈફ સાથે જોડાયેલો કોઈ ને કોઈ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ઘરનું કામ કરતી છોકરી ભાગ્યશ્રીનો પરિચય કરાવતા તેમની સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો. તેમણે જણાવ્યું કે, આ છોકરી અમારા પરિવારના સભ્યની જે છે અને હું તેના વગર મારા ઘરની કલ્પના પણ નથી કરી શકતી.

વીડિયો શેર કરતા અર્ચનાએ લખ્યું કે, ‘મે તેના રૂમમાં પાછી બોલાની જેથી તમે તેને સારી રીતે મળી શકો. શું તમે જાણો છો, આ છોકરી મને રોજ ખુશી આપે છે, તે મારા ઘરમાં જ રહે છે. તેનું નામ ભાગ્યશ્રી છે જે બિલકુલ યોગ્ય છે. આ જે પણ ઘરમાં જશે ત્યાં હંમેશા સારું ભાગ્ય લઈને જશે. તેના ઉત્સાહ, ચીવટતા અને નજરિયાને તો જુઓ.’

તેને પરિવારના સભ્યની જેમ ગણાવ્યા
વધુ અર્ચનાએ કહ્યું, ‘તે પરિવારના સભ્યની જેમ છે અને હંમેશા હસતી રહે છે. હંમેશા મદદ માટે તૈયાર. સાથે તે કાર્ટૂન પણ છે, જે હંમેશા મજાક કરતી રહે છે.’ નોનસ્ટૉપ વાતો કરતી રહે છે, લૉકડાઉન દરમિયાન પૂરી રીતે ટાઈમપાસ. એ લોકોનો આભાર જેઓ આટલા પ્રેમથી અમારી સેવા કરે છે. સાચી કૃતજ્ઞતા, આ એક જ શબ્દ છે, જેનો આજકાલ ખૂબ જ સરળતાથી વાપરી શકાય છે. હું આ રોશની અને હાસ્ય વગર મારા ઘરની કલ્પના પણ નથી કરી શકતી. #જે પ્રેરિત કરે છે #જે અમારી સેવા કરે છે #કૃતજ્ઞતા’

વીડિયોમાં શું છે?
અર્ચનાએ જે વીડિયો શેર ક્રયો છે તેમાં તે ભાગ્યશ્રીને થેંક યૂ કહેતા પૂછે છે કે, મારા માટે શું લાવી છો. ત્યારે તે કહે છે કે હું તમારા માટે સૂપ વાલી મેગી લઈને આવી છું. પછી અર્ચના મોટા ભાઈ વિશે પૂછે છે, તો ભાગ્યશ્રી તેને કહે છે કે તેઓ કદાચ રિહર્સલ કહી રહ્યા છે, એટલું હું તેમને ડિસ્ટર્બ નહીં કરું, નહીં તો તમને ખબર છે તેઓ ગુસ્સા થઈ જાય છે.

You cannot copy content of this page