Only Gujarat

Bollywood FEATURED

ચંકી પાંડેની ભત્રીજી પ્રેમમાં ભૂલી શાનભાન, માતાએ ઠપકો આપવાને બદલે કહ્યું એવું કે….

મુંબઈઃ ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તો અનન્યા પાંડેની કઝિન સિસ્ટર અલાના પાંડેએ ભારતથી દૂર લંડન કોલેજ ઓફ ફેશનમાં કોર્સ કર્યો હતો. અલાના બોલિવૂડને ફેશનમાં આગળ વધવા માગે છે. જોકે, 24 વર્ષીય અલાના પોતાની અંગત લાઈફને કારણે હાલમાં ચર્ચામાં છે. અલાનાએ હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ ઈવોર સાથે બાથરૂમમાં કિસ કરી હતી. અલાનાએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શૅર પણ કરી હતી.


અલાનાએ સોશિયલ મીડિયામાં બોયફ્રેન્ડને કિસ કરતી હોય તેવી તસવીરો શૅર કરી હતી. આ તસવીરો પર અલાનાની માતા ડિયાને પાંડેએ કમેન્ટ કરીને આશીર્વાદ આપ્યા હતા.


અલના અને તેનો પ્રેમી માત્ર અન્ડરવેરમાં જોવા મળ્યા હતા. બંને બાથટબની સાઈડ બેઠાં હતાં અને તેમના હાથમાં દારૂનો ગ્લાસ હતો અને બંને એકબીજાને લિપ કિસ કરતાં હતાં. આ તસવીરને તેની કઝિન અનન્યા પાંડેએ લાઈક પણ કરી હતી.

અલનાએ પ્રેમી સાથેના સંબંધોને એક વર્ષ પૂર્ણ થતાં સેલિબ્રેશન કર્યું હતું. તેણે હોટ પિક્ચર્સ શૅર કરીને કહ્યું હતું, ‘તને મળ્યા પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોઈ વ્યક્તિને આટલો પ્રેમ કરી શકીશ. એક વર્ષ પૂરું થતાં ના ભૂલાય તેવી યાદો…’


પહેલાં એવી ચર્ચા હતી કે અલના પાંડે ફેશન ડિઝાઈનર મોનિષા જયસિંહના દીકરા યુડીને ડેટ કરે છે. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. યુડી ફિટનેસ ફિલ્ડમાં છે. જોકે, આ સંબંધો બહુ લાંબો ટક્યો હોય તેમ લાગતું નથી.


અલાનાની માતા ડિયાને પાંડે ફિટનેસ ટ્રેનર છે. જ્યારે તેના પિતા ચિક્કી પાંડે બિઝનેસમેન છે. આ ઉપરાંત તે ‘અક્ષરા ફાઉન્ડેશન ઓફ આર્ટ્સ એન્ડ લર્નિંગ’ના કો-ફાઉન્ડર પણ છે. આ ફાઉન્ડેશન ગરીબ બાળકોના શિક્ષણ માટે કામ કરે છે. અલાનાનો ભાઈ અહાન પાંડે પણ બોલિવૂડમાં આવવા થનગની રહ્યો છે.

You cannot copy content of this page