Only Gujarat

FEATURED International

પત્નીને ડિવોર્સ આપી જમાઈ કરવા લાગ્યો 12 વર્ષ મોટા સાસુમાને પ્રેમ, દારૂ પીને સાસુને કરી કિસ

લંડનઃ પ્રેમ ક્યારેય પણ અને કોઈને પણ થઈ શકે છે. તેના પર કોઈનો કંટ્રોલ નથી હોતો. એવા પણ અનેક મામલા સામે આવે છે જ્યારે તેમાં સંબંધોની મર્યાદા તૂટી જાય છે. તેના પર કોઈનો કંટ્રોલ નથી હોતો. પરંતુ લોકો પ્રેમમાં કોઈ પણ બંધનને માનવાથી ઈન્કાર કરી દે છે. મિરર રિપોર્ટ્સના પ્રમાણે, યૂકેમાં રહેતા એક શખ્સે આજથી વર્ષો પહેલા પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ પત્ની સાથે અલગ થયા બાદ તેનું દિલ પોતાની સાસુ પર જ આવી ગયું. જે બાદ બંનેએ એકસાથે 30 વર્ષ વિતાવ્યા. પરંતુ બંને લગ્ન ના કરી શક્યા, કારણ કે એ સમયે તે ગેરકાયદે હતા. જો કે, 13 વર્ષ પહેલા જ્યારે તેને માન્યતા આપી દેવામાં આવી, ત્યારે જઈને બંનેએ લગ્ન કરી લીધા. હવે તેમણે પોતાની લવ સ્ટોરી લોકો સાથે શેર કરી છે.

યૂકેના ચેશાયરમાં રહેતા ક્લાઈવ બ્લંડે પોતાના સાસુને જ પ્રેમ કર્યો અને પોતાની પત્નીને છૂટાછેડા આપીને સાસુ સાથે જ લગ્ન કરી લીધા. ક્લાઈવે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યાના ચાર વર્ષ બાદ સાસુને ડેટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું.

ક્લાઈવે 1977માં ઈરેને સાથે લગ્ન કર્યા હતા. બંનેના બે બાળકો હતો. પરંતુ આ કપલ વચ્ચે ઝઘડા વધી ગયા હતા. લડાઈઓ એટલી વધી ગઈ કે બંનેએ 1985માં છૂટાછેડા લઈ લીધા. બંનેના અલગ થયા બાદ ક્લાઈવ એકલા પડી ગયા હતા. છૂટાછેડાના ચાર વર્ષ બાદ અચાનક તેની મુલાકાત પોતાની સાસુ બ્રેંડા સાથે થઈ. બંનેની મુલાકાતો શરૂ થયું અને મળવા લાગ્યા.

જલ્દી જ બંનેને પ્રેમ થઈ ગયો. એક રાત ડેટ પર બંનેએ શરાબ પીધો અને એકબીજાને કિસ કરી. ક્લાઈવે આ કિસને જાદુઈ ગણાવી.બંનેને એકબીજા સાથે ગાઢ પ્રેમ થઈ ગયો. પરંતુ બંને લગ્ન ન કરી શક્યા. એ સમયે તે ગેરકાયદે હતું. જેના કારણે તેઓ આગામી 30 વર્ષ સુધી સાથે રહ્યા. ક્લાઈવના પ્રમાણે, આ દરમિયાન તેમનો સંબંધ વધુ મજબૂત થયો.

આ કપલે 1997માં લગ્ન કરવાનું વિચાર્યું હતું પરંતુ ક્લાઈવને ત્યારે સાસુ સાથે લગ્ન કરવાના આરોપમાં અરેસ્ટ કરી લેવામાં આવ્યા. બાદમાં તેને છોડી દેવામાં આવ્યો. જે બાદ બ્રેંડા પોતાનું નામ બદલીને ક્લાઈવ સાથે રહેવા લાગી.ક્લાઈવે દેશમાં ચાલી રહેલા 500 વર્ષ જૂના કાયદા સામે અવાજ ઉઠાવ્યો. ક્લાઈવે તેના માટે કેમ્પેઈન ચલાવ્યું. જે બાદ 10 વર્ષના સંઘર્ષ બાદ નિયમ બદલવામાં આવ્યા અને ક્લાઈવ બ્રેંડા સાથે લગ્ન કરી શક્યા.

2007માં આ કપલે પોતાના લગ્ન રજિસ્ટર કરાવ્યા. આટલા વર્ષો બાદ પણ તેઓ પોતાના લગ્નમાં ઘણા જ ખુશ છે. ક્લાઈવના પ્રમાણે તેઓ આટલા વર્ષો બાદ પણ એટલો જ પ્રેમ કરે છે.તો પોતાના પૂર્વ પતિ અને માતાના લગ્નને લઈને ઈલેનેનું કહેવું છે કે, હવે તે પોતાની માતા સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતી. બ્રેંડાનું કહેવું છે કે ભલે તેણે પોતાની દીકરીને ગુમાવી પરંતુ ક્લાઈવે તેની આખી જિંદગીની ઊણપ પુરી કરી દીધી છે.

You cannot copy content of this page