Only Gujarat

Bollywood

ગુજરાતી બિઝનેસમેન જય મહેતાને પરણી છે જૂહી ચાવલા, કહ્યું- મારા પુત્ર મારી ફિલ્મો જોવા નથી માંગતા

બોલિવૂડની એક્ટ્રેસ જૂહી ચાવલાએ અનેક શાનદાર ભૂમિકા સિલ્વર સ્ક્રિન પર અદા કરી છે. આ એક્ટ્રેસ હંમેશા તેમના રોલને લઇને ક્રિએટીવ રહી છે. ફિલ્મ દરારમાં પત્નીના પાત્રથી માંડીને ફિલ્મ યસ બોસના મોડલની ભૂમિકામાં તેમણે તેની અદાકારીથી લોકોના દિલ જીતી લીધા હતા. જૂહી ચાવલાએ એ દરેક વસ્તુ કરી જેનાથી દર્શકોનું દિલ જીતી શકાય. જૂહી ચાવલાએ બાળકોની ફિલ્મોમાં પણ કામ કર્યું. જો કે જૂહી ચાવલાની રિયલ લાઇફની વાત કરીએ તો તેમના જ બાળકોને તેમની મોમનું ફિલ્મમાં કામ પસંદ નથી આવ્યું, જૂહી ચાવલાએ જણાવ્યું કે, મારા બાળકો જયારે પણ મારી ફિલ્મ જોવે છે તો શરમ અનુભવે છે.

હાલ ઇ-ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુ જૂહી ચાવલાએ જણાવ્ચું કે, મે મારા બંને બાળકો જાન્હવી અને અર્જુનને મારી કેટલીક ફિલ્મ બતાવવાની કોશિશ કરી. પરંતુ તેમને કંઇ ખાસ મજા ન આવી. અર્જને તો મારી રોમેન્ટિક ફિલ્મો જોઇને એવું પણ કહ્યું કે, તેમને આ ફિલ્મો ખૂબ વિચિત્ર લાગી.

જૂહી ચાવલાએ જણાવ્યું કે, ખાસ કરીને 90ની દશકની મારી ફિલ્મો જોઇને બાળકો શરમ અનુભવે છે. મારા પતિ જય મહેતાએ પણ બાળકોને જણાવ્યું કે, તે મારી ફિલ્મ હમ હૈ રાહી પ્ચાર કે જોવે તે ખૂબ જ ક્યૂટ ફિલ્મ છે. ત્યારે અર્જુને મને પૂછ્યું કે, આ ફિલ્મમાં રોમાન્સ છે? તો મેં કહ્યું કે, હાં, આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તો અર્જુને કહ્યું કે, હું આપની ફિલ્મ નથી જોવા માંગતો, ખાસ કરીને જેમાં રોમાન્સ હોય. મારા માટે આ બધું જ જોવું ખૂબ જ વિચિત્ર અનુભવમાંથી પસાર સામાન છે. આ કારણે હું આપની કોઇ ફિલ્મ જોવા નથી માંગતો.

જૂહી ચાવલાના બાળકોએ તેમની બધી જ ફિલ્મ નથી જોઇ. બાળકો મૈં કૃષ્ણા હું, અને ચોક ડસ્ટર ફિલ્મમાં તેમના અભિનયની પ્રશંસા કરે છે. જૂહી ચાવલાએ 1986નમાં ફિલ્મ સલતનતથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ કયામત સે કયામત તકથી તેમને બોલિવૂડમાં એક ઓળખ મળી. આ ફિલ્મમાં જૂહી ચાવલાએ આમિર ખાન સાથે કામ કર્યું હતું.

You cannot copy content of this page