Only Gujarat

Bollywood

‘દીયા ઔર બાતી’ ફેમ સૂરજ હાલમાં ક્યા છે અને શું કરે છે?

મુંબઈઃ ‘દીયા ઔર બાતી હમ’ના ફૅમશ એક્ટર અનસ રશિતે 31 ઑગસ્ટે તેમનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેમનો જન્મ વર્ષ 1980માં પંજાબના મલેરકોટલામાં થયો હતો. વર્ષ 2004માં તેમણે મિસ્ટર પંજાબનું ટાઇટલ જીત્યા પછી તેમના માટે ટીવીનો રસ્તો ખુલ્યો હતો.

અનસે તેમની સ્કૂલનો અભ્યાસ એક ઉર્દુ મીડિયમ સ્કૂલથી કર્યો અને પછી તે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમને ઉર્દુ, અરબી અને ફારસી ભાષાઓનું સારું જ્ઞાન છે. ઓછા લોકો જાણે છે કે, તે એક પ્રશિક્ષિત ગાયક પણ છે. અનસના કઝિન મોહમ્મદ નજીમ અને હબીબ પણ ટેવી એક્ટર છે.

અનસે વર્ષ 2007માં સ્ટાર પ્લસની સિરિયલ ‘કહી તો હોગા’થી ડેબ્યું કર્યું છે. જેમાં તેમણે કાર્તિક આહલૂવાલિયાનો રોલ પ્લે કર્યો હતો. તેમણે ‘ક્યા હોગા નિમ્મો કા’, ‘એસે કરો ના વાદા’, ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ સિરિયલમાં કામ કર્યું છે. સિરિયલ ‘દીયા ઔર બાતી હમ’થી અનસ ઘરે ઘરે જાણીતો થયો અને તેમની પોપ્યુલારિટીમાં વધારો થયો.

અનસ રશિદે સપ્ટેમ્બર 2017માં તેમનાથી 14 વર્ષ નાની હિના ઇકબાલ સાથે લગ્ન કર્યાં છે. બંનેના નિકાહ પંજાબના લુધિયાનામાં થયો હતો. લગ્ન દરમિયાન અનસની ઉંમરમાં અંતર હોવા અંગે કહ્યું હતું કે, ‘મેં હિનાને ઉંમર વિશે પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું કે, હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું.

હું 24 વર્ષની છું તો શું થયું. ઉંમરનું મહત્ત્વ નથી. તેમની બહેન અને તેમનું કહેવું હતું કે, હું માત્ર 26 વર્ષનો લાગુ છું.’છેલ્લાં વર્ષે એટલે કે 2019માં તે એક દીકરીના પિતા બની ગયા છે.

આજે અનસ ટીવી ઇન્ડસ્ટ્રીના ગ્લેમરસથી દૂર તેમના ગામ માલેરકોટલામાં ખેતી કરી રહ્યાં છે. થોડાં સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં અનસે કહ્યું હતું કે, ‘તેમણે એક્ટિંગમાંથી ઓછામાં ઓછો પાંચ વર્ષનો બ્રેક લીધો અને હવે તે ખેડૂત બની ગયા છે. તેમને ખેતી કરવામાં મજા આવે છે અને તેમનો આખો પરિવાર તેમાં સપોર્ટ કરી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page