Only Gujarat

Bollywood

ઐશ્વર્યા માટે દીકરી જ નહીં આ પાંચ વસ્તુ પણ છે એકદમ ખાસ

મુંબઈઃ વિશ્વભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં 36.2 લાખ કરતાં વધારે કેસ થઈ ગયાં છે. એવામાં દેશમાં અનલૉક – 4 લાગુ કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ તેમના ઘરની બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન સેલેબ્સ સાથે જોડાયેલાં કિસ્સા, ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પર વાઇરલ થઈ રહ્યાં છે. જેમાં બચ્ચન વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અંગે રસપ્રદ કિસ્સો વાઇરલ થઈ રહ્યો છે. આ કિસ્સો એવી ખાસ વસ્તુ સાથે જોડાયેલો છે જેના વગર ઐશ્વર્યા રાય રહી શકતી નથી.

ઐશ્વર્યા રાય બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રસમાંથી એક છે. તેમની સ્ટાઇલ અને ફેશન સેન્સના દરેક લોકો વખાણ કરે છે.

ઐશ્વર્યા ભલે ઇન્ડિયન લુકમાં હોય કે, પછી વેસ્ટર્ન તે દરેક લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે.

ઐશ્વર્યા તેમની દીકરી આરાધ્યની ખૂબ જ નજીક છે. આરાધ્યા વગર એક ક્ષણ પણ રહી શકતી નથી એટલે ઐશ્વર્યા ક્યારેય તેને એકલી છોડતી નથી.

આરાધ્યા ઉપરાંત ઐશ્વર્યાની લાઇફમાં ઘણી એવી વસ્તુ છે, જેના વગર તે રહી શકતી નથી.

ઐશ્વર્યા રાયને નજીકથી ફોલો કરતાં લોકોએ આ વાત સારી રીતે જાણતાં હશે કે તેમને વ્હાઇટ એમબ્લિશડ ડ્રેસ ખૂબ જ પસંદ છે. વાત સોનમ કપૂરના રિસેપ્શનની હોય કે, દીપિકા-રણવીરના લગ્નમાં પોતાની હાજરી આપવાની હોય, ઐશ્વર્યા મોટેભાગે વ્હાઇટ લહેંગામાં અથવા અનાકકલી કુર્તામાં જ જોવા મળે છે.

વાત જ્યારે ઐશ્વર્યા રાય સાડી પહેરીને આવે છે ત્યારે તે વધારી ચમકતા રંગને પહેરવાનું પસંદ કરે છે. લાલ બિંદીથી સિંદૂર સુધી ઐશ્વર્યાની પારંપરિક સ્ટાઇલ છે. તેમણે મોટેભાગે રેડ કલરની સાડીથી લગાવ છે. તે સબ્યસાચી અથવા મનીષ મલ્હોત્રાના કલેક્શનને પહેરવાનું પસંદ કરે છે.

ઐશ્વર્યા રાયના વૉર્ડરોબમાં બૉસી સ્ટાઇલ સ્ટેટમેન્ટની પણ ખાસ જગ્યા છે. તે મોટેભાગે સ્કિની જિન્સ, ટેન્ક ટૉપની સાથે સ્ટાઇલિશ બ્લેઝર પહેરવાનું પસંદ કરે છે.

તે તેમની ફૅશન અને ગ્લેમરસ સ્ટાઇ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેમને બૉલ ગાઉન ખૂબ જ પસંદ છે. ઘણી પાર્ટીઓમાં તે બૉલ ગાઉનમાં જોવા મળે છે. તે રેડ કાર્પેટ પર ભારે બૉલગાઉન પહેરવાનું પસંદ કરે છે.

તેમની પાસે ભવ્ય જ્વેલરીનું પણ કલેક્શન છે. ઘણી ઇવેન્ટ અને પાર્ટીમાં તે ટ્રડિશનલ ડ્રેસ પર જ્વેલરી પહેરેલી જોવા મળી છે. તે લાઇટ વેટ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.

રિયલ લાઇફમાં જ નહીં પણ સિલ્વર સ્ક્રીન પર ઐશ્વર્યા ઘણી ભારે ભરખમ જ્વેલરીમાં જોવા મળી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page