Only Gujarat

Bollywood

40ની ઉંમરમાં અરૂણા ઈરાનીએ કર્યા છે આ લોકપ્રિય ડિરેક્ટર સાથે લગ્ન, વેમ્પ તરીકે હતી ફેમસ

મુંબઈઃ ફિલ્મમાં જેટલો મહત્ત્વનો રોલ હીરોનો હોય છે, એટલો જ મહત્ત્વપૂર્ણ રોલ ખલનાયકનો પણ હોય છે. હિન્દી સિનેમામાં ઘણાં કલાકારોએ ખલનાયક બની પ્રસંશા મેળવી છે, પણ જ્યારે ખલનાયિકાની વાત કરવામાં આવે તો તેમાં મશહૂર એક્ટ્રસ અરુણા ઇરાનીની યાદ કરવામાં આવશે. અરુણા ઇરાનીએ 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અરુણા ઈરાનીએ હાલમાં જ પોતાનો 74મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મમાં અરુણા ઈરાનીને લેડી અમિતાભ તરીકે ઓળખવામાં આવતી હતી.

અરુણા ઇરાણીનો જન્મ 18 ઑગસ્ટ, 1946માં મુંબઈમાં થયો હતો. તેમણે વર્ષ 1961માં ફિલ્મ ‘ગંગા જમુના’થી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 1962માં આવેલી ફિલ્મ ‘અનપઢ’માં તેમણે માલા સિન્હાના બાળપણનો રોલ પ્લે કર્યો હતો. આ પછી અરુણા ઇરાણીએ ઘણી સારી ફિલ્મોમાં નાના રોલ પ્લે કર્યાં હતાં. આ ફિલ્મોમાં ‘ફર્ઝ’, ‘આયા સાવન ઝૂમ કે’ અને ‘ઉપકાર’ જેવી ફિલ્મો સામેલ છે. આ પછી તેમણે મહેમૂદ સાથે ‘ઔલાદ’, ‘હમજોલી’, ‘દેવી ઔર નયા જમાના’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘પેટ, પ્યાર ઔર પાપ’ માટે અરુણા ઇરાણીને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ રોલનો એવોર્ડ પણ મળ્યો છે.

80થી 90નાં દશકમાં અરુણા ઇરાણી મોટા ભાગની ફિલ્મોમાં માના રોલમાં જોવા મળ્યાં હતાં. ફિલ્મ ‘બેટા’માં પ્લે કરેલો તેમનો નેગેટિવ રોલ અત્યારે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ રોલ માટે તેમને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. પ્રોફેશનલ જિંદગી ઉપરાંત અરુણા ઇરાણી તેમની પર્સનલ જિંદગીને લીધે પણ ચર્ચામાં રહે છે. અરુણા ઇરાણીનું નામ ફૅમશ કૉમેડિયન મહેમૂદ સાથે પણ જોડાયેલું હતું. એક ઇન્ટરવ્યૂમાં અરુણા ઇરાણીએ તેમના સંબંધનો ખુલાસો કર્યો હતો.

એક ઇન્ટરવ્યૂમાં અરુણા ઇરાણીએ કહ્યું હતું કે, ‘‘અમે બંને સારા ફ્રેન્ડ છીએ. એટલું જ નહીં વધુ સારા ફ્રેન્ડ છીએ. કદાચ, તમે આને આકર્ષણ, દોસ્તી અથવા કંઈ બીજુ પણ કહી શકો છો પણ, અમે ક્યારેય લગ્ન કર્યાં નથી. અમે ક્યારેય પ્રેમમાં નહોતા. જો હોત તો અમે જરૂર આ સંબંધને આગળ વધારત. પ્રેમ ક્યારેય પુરો થતો નથી. તે હંમેશા રહે છે. હું મારી વીતેલી કાલને ભૂલી ગઈ છું.’’

ઉંમરના 40માં વર્ષે અરુણા ઇરાણીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તે નિર્દેશન કુક્કૂ કોહલીને દિલ આપી બેઠાં અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતાં. કુક્કૂ કોહલીએ પણ અજય દેવગનની ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને બંનેની આ પહેલી ફિલ્મ હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000માં અરુણાએ સિરિયલ ‘જમાના બદલ ગયા’થી ટીવી પર એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તે ‘કહાની ઘર ઘર કી’(2006-2007), ‘ઝાંસી કી રાની’(2009-2011), ‘દેખા એક ખ્વાબ’(2011-2012), ‘પરિચય’(2013-2013), ‘સંસ્કાર ધરોહર અપનો કી’(2013-2014) જેવી ઘણી ટેલીવિઝન સિરિયલમાં અરુણાએ મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો.

You cannot copy content of this page