Only Gujarat

FEATURED National

માતા-પિતા રહે છે એક કાચા ને તૂટેલા મકાનમાં, દીકરો ચીનની બે-બે કંપનીમાં છે ડિરેક્ટર!

આગ્રા: અલીગઢના એક નાનકડા ગામમાં તૂટેલા ફૂટેલા મકાન રહેતાં શ્યામ સુંદર અને તેમની પત્ની પુષ્પાને વિશ્વાસ નથી આવતો કે તેમનો દીકરો રાહુલ બે-બે ચીની ફાર્માનો ડાયરેક્ટર છે. રાહુલ કરોડો રૂપિયાના હવાલા કારોબારનો આરોપી છે. તેમનો ફોન રવિવાર (16 ઓગસ્ટ)થી બંધ છે તેમજ કોઇ નથી જાણતુ કે તે હાલ ક્યાં છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા રાહુલના પિતાએ શુક્રવારે (14 ઓગસ્ટ) તેમના દીકરાની શોધમાં કેટલીક સરકારી એન્જન્સીને પૂછપરછ કરી હોવાની વાત જણાવી હતી. જો કે સ્થાનિક તંત્રએ તેમના દીકરા વિશેની કોઇ પણ પ્રકારની જાણકારી ન હોવાની વાત જણાવી હતી.

દીકરાએ નોકરી બદલી હતીઃ રાહુલના પિતા શ્યામ સુંદરે જણાવ્યું હતું કે, તેમનો દીકરો રાહુલ નોઇડામાં એક મોટર વ્હિકલ પાર્ટ બનાવતી કંપનીમાં કામ કરતો હતો. જો કે ત્યારબાદ તેમણે નોકરી બદલી દીધી હતી. તે બીજી કંપનીમાં કામ કરવા લાગ્યો હતો. તેને ત્યાં પહેલા કરતા વધુ પૈસા મળતા હતા, પરંતુ તેમને કંપનીના નામની ખબર નથી.

મળતી હતી આટલી સેલેરીઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા શ્યામ સુંદરે જણાવ્યું કે રાહુલે મને કહ્યું હતું કે, તેને માત્ર 2000 રૂપિયા માસિક સેલેરી મળે છે. તો અન્ય ખર્ચ માટે તેને 2000 રૂપિયા અલગથી મળતા હતા. કંપનીએ તેનું આધારકાર્ડ તેમજ પાન કાર્ડ પણ લીધું હતું. તેમણે જણાવ્યું કે તેમનો દીકરો દિલ્લીમાં છે પરંતું દિલ્લીમાં કઇ જગ્યાએ તેની જાણ નથી.

આ કૌભાંડમાં કેવી રીતે આવ્યું નામ? પ્રાથમિક તપાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે રાહુલની મરજી વિના રાહુલના ડોક્યુમેન્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દિલ્લીમાં મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ થયો.

રાહુલની માતાએ જણાવ્યું કે તેણે ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કર્યું હતું. ત્યારબાદ તે નોકરી કરવા માટે નોઇડા જતી રહ્યો હતો. રાહુલના પરિવાર પાસે 12 વીઘા જમીન છે. તેના પર ખેતી કરીને તે પરિવારનું ગુજરાન ચલાવે છે. રાહુલના 2 ભાઇ અને એક બહેન છે. બહેનના લગ્ન થઇ ગયા છે.

શુ છે મામલો? થોડાક અઠવાડિયા પહેલા દિલ્લીમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલાક ચીની લોકોની અને તેને મદદ કરતા સ્થાનિક મદદગારોની ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે આ સમગ્ર હવાલા કૌભાંડ 1000 કરોડ રૂપિયાનું છે. આ મામલામા આઇટીએ દિલ્લી, ગુડગાંવ, ગાજિયાબાદમાં લગભગ 2 ડઝન જગ્યાએ દરોડા પાડ્યાં છે.

આ બઘા પાછળ ચીની નાગરિક લુઓ સાંગનો હાથઃ આટલા મોટા કૌભાંડ પાછળ ચીની નાગરિક લુઓ સાંગનો હાથ હોવાનું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જણાવી રહ્યું છે. સાંગની ધરપકડ થઇ ગઇ છે. તે ભારતમાં નકલી પાસપોર્ટ અને નામ બદલીને રહી રહ્યો છે. લુઓ સાંગ નકલી કંપનીઓના નામ પર ચીનથી હવાલા પૈસાનો વ્યાપાર કરતો હતો. તપાસ એજન્સીમાં 40 નકલી અકાઉન્ટ મળ્યા છે, જેમાં લગભગ 1000 રૂપિયા મંગાવાયા હતા.

You cannot copy content of this page