Only Gujarat

Bollywood FEATURED

રાતોરાત સ્ટાર બનેલી આ એક્ટ્રેસ 30 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, ઓળખો છો કોણ છે આ?

મુંબઈ: 1990માં આવેલી હિટ ફિલ્મ આશિકીના 30 વર્ષ પૂર્ણ થયા છે તેના સેલિબ્રેશનને લઈને ફિલ્મની આખી કાસ્ટ કપિલ શર્માના શો પર પહોંચ હતી. નોંધનીય છે કે, ‘આશિકી’ ફિલ્મ રીલિઝ થતાં જ અભિનેતા રાહુલ રોય અને અભિનેત્રી અનુ અગ્રવાલને રાતારોત સ્ટાર બની ગયા હતાં. ત્યાર બાદ ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે ફિલ્મમેકરોએ પડાપડી કરી હતી.

મહત્વની વાત છે કે, ‘આશિકી’ ફિલ્મ રિલીઝ થયાને 30 વર્ષ પૂર્ણ થયા છે અને તેના સેલિબ્રેશનને લઈને ‘આશિકી’ ફિલ્મની આખી કાસ્ટ કપિલ શર્માના શોમાં જોવા મળી હતી. અભિનેતા રાહુલ રોયથી લઈને અભિનેત્રી અનુ અગ્રવાલ અને દીપક તિજોરી કપિલ શર્માના મહેમાન બન્યા હતાં. જોકે તે સમયે આ તમામ સ્ટાર કાસ્ટ કેવા લાગતાં હતા અને 30 વર્ષ પછી કેવા લાગે છે તેની પર એક નજર કરીએ. આ તમામ સ્ટારને જોતાં તમે ઓળખી નહીં શકો તે વાત ચોક્કસ છે.

આશિકી ફિલ્મની અભિનેત્રી અનુ અગ્રવાલને હવે ઓળખવી પણ મુશ્કેલ છે. પહેલી ફિલ્મ બાદ તેણે કેટલીક ફિલ્મો કરી હતી ત્યાર બાદ અચાનકથી જ સ્ક્રીન પરથી ગાયબ થઈ થઈ હતી. 1990માં થયેલા એક રોડ અકસ્માતે તેની લાઈફ બદલી નાખી હતી. અકસ્માત બાદ તે મહિના સુધી કોમામાં રહી હતી. જોકે તે ભાનમાં આવી ત્યાં સુધી બધું બદલાઈ ગયું હતું.

અનુનું ફિલ્મી કરિયર પણ ખત્મ થઈ ગયું હતું અને ચહેરો પણ બગડી ગયો હતો. પરંતુ તેણે હિંમત નહોતી હારી અને ફિલ્મોની દુનિયામાં રફરીથી પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. અનુ એક વેટલિફ્ટર પણ રહી ચૂકી હતી. આ ઉપરાંત તે મુંબઈમાં ગરીબ બાળકોને યોગાસન પણ શીખવાડે છે જેની ઘણીવાર તસવીર પણ સામે આવી હતી.

‘આશિકી’ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા રાહુલ રોયને ભલે ફિલ્મથી સ્ટારડમ મળ્યું હોય પરંતુ તેનું કરિયર તેની આશા પ્રમાણે ચાલ્યું ન હતું. જોકે ‘બિગ બોસ’ દ્વારા તેણે પોતાના કરિયરને ફરીથી ટ્રેક પર લાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈક ફાયદો થયો નહતો. રાહુલ બિગ બોસની પહેલી સીઝનનો વિનર રહ્યો હતો. હાલ પણ તે ફિલ્મોમાં નાના-નાના રોલમાં જોવા મળે છે.

દીપક તિજોરીની અનેક ફિલ્મો ભલે ફ્લોપ રહી હોય પરંતુ તેણે કેટલીક યાદગાર ફિલ્મો પણ આપી હતી. ‘દિલ હૈ કી માનતા નહીં’ થી લઈને ‘સડક’, ‘ખિલાડી’, ‘બેટા’ જેવી ફિલ્મોમાં તેના એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. ત્યાર બાદ દીપક ડાયરેક્ટર બની ગયો હતો અને ઘણી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી જેમાં ‘દો લફ્ઝો કી કહાની’ અને ‘ટોમ ડિક એન્ડ હેરી 2’ સામેલ છે.

કપિલ શર્મા શોનો આ સ્પેશિયલ એપિસોડ 9 ફેબ્રુઆરીએ ટેલિકાસ્ટ થશે. જેમાં ‘આશિકી’ ફિલ્મના સ્ટાર કાસ્ટ જોવા મળશે. શૂટ દરમિયાન ‘આશિકી’ની કાસ્ટે કપિલ તેમજ તેની ટીમ સાથે ખૂબ મસ્તી કરી હતી. આ દરમિયાન રાહુલે ગિટાર પણ વગાડ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page