Only Gujarat

Gujarat TOP STORIES

સુરતના આ પોલીસ કર્મચારી રાતોરાત બની ગયા REAL HERO, જાણો કેવી રીતે

સુરત: ગુજરાતમાં છેલ્લા એકાદ વર્ષથી પોલીસની કામગીરીના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે ત્યારે સુરત ટ્રાફિક વહીવટી ખાતામાં ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મચારીએ માસી અને ભાણેજનો જીવ બચાવ્યો હતો અને રાતોરાત આ પોલીસ કર્મચારી હીરો બની ગયા હતાં. આ પોલીસ કર્મચારીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને લોકો ભરપૂર વખાણ કરી રહ્યાં હતાં. આ પોલીસ કર્મચારીઓ સુરત પોલીસ માટે ગર્વનું કામ કર્યું હતું.

સુરત ટ્રાફિકના વહીવટી ખાતામાં ફરજ બજાવી રહેલ એક પોલીસ કર્મચારીએ બે લોકોનો જીવ બચાવીને રાતોરાત હીરો બની ગયો હતો. આ પોલીસ કર્મચારી પોતાની નાઈટ શિફ્ટ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે રાંદેર અને કતારગામને જોડતા તાપી નદી પર આવેલા લો લેવલના કોઝવે પર માસી અને ભાણેજ ડૂબી રહ્યા હતા તે દરમિયાન આ પોલીસ કર્મચારીની નજર પડતાં જ તેમણે બંનેનો જીવ બચાવ્યો હતો ત્યાર બાદ આ પોલીસ કર્મચારીને પર અધિકારીથી લઈને પોલીસ વિભાગમાંથી અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું હતું.

માસી અને ભાણેજનો જીવ બચાવતાં સુરતનો આ પોલીસ કર્મચારી રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ પોલીસ કર્મચારીની તસવીરો સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ હતી. ત્યાર બાદ પોલીસ સહિત સુરતના લોકોએ આ કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતાં.

સુરતના પોલીસ કચેરીના ટ્રાફિક વહિવટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા રામશીભાઈ રબારી સવારે 9 વાગ્યાના અરસામાં નાઈટ શિફ્ટ કરીને ફરજ પરથી પોતાના ઘરે સિંગણપોર જવા નિકળ્યાં હતાં તે દરમિયાન આ પોલીસ કર્મચારી તાપી નદી પર આવેલા લો લેવલ બ્રિજ કોઝવે પરથી જઈ રહ્યાં હતાં ત્યારે અહીં લોકોનું ટોળું જોવા મળ્યું હતું.

ત્યાર બાદ આ પોલીસ કર્મચારીએ ત્યાં જઈને જોયું તો એક 10 વર્ષની કિશોરી અને એક મહિલા પાણીમાં ડૂબી રહ્યાં હતાં. બંનેને જોતાં જ પોલીસ કર્મચારી કંઈ પણ વિચાર્યા વગર પોતાના જીવ જોખમમાં મુકીને પાણીમાં કુદકો મારી દીધો હતો. તેમણે સૌથી પહેલા 10 વર્ષની કિશોરીને બચાવી પાણીમાંથી બહાર કાઢી હતી ત્યાર બાદ 30 વર્ષની મહિલાને બહાર કાઢી હતી. હાજર સૌ કોઈ આ પોલીસ કર્મચારીની પ્રશંસા કરી રહ્યા હતાં. જોકે આ સમગ્ર ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ભંગાર વીણતી વખતે ભાણેજનો પગ અચાનક લસપી પડતા તે તાપી નદીમાં ગબડી પડ્યો હતો ત્યાર બાદ ભાણેજને બચવવા માસી પણ પાણીમાં પડી હતી. રીટા રાઠોડ અને જયશ્રી મુન્ના રાઠોડ બંનેની તબિયત હાલ સારી છે. પોલીસ કર્મચારીની આ કામગારીને લઈને તે અસલી હીરો બની ગયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page