Only Gujarat

Bollywood FEATURED

શ્રુતિ હસનની બર્થ-ડે પાર્ટીમાં આવો હતો અંદાજ, જુઓ પાર્ટીના ઇનસાઇડ તસવીરો

શ્રુતિ હસને બોયફ્રેન્ડ શાંતનુ હજારીકા સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે
સાઉથની એક્ટ્રેસ શ્રુતિ હસને હાલમાં જ તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. થોડા દિવસો પહેલા કૃતિ અને તેના ઘરે જ બર્થ ડેના અવસરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં શ્રુતિ હસને તેના ફ્રેન્ડ સાથે ખુબ જ એન્જોય કર્યું હતું. આ દરમિયાન શ્રુતિ હસનની લવ લાઈફ પણ બધાની સામે આવી ગઈ છે. શ્રુતિ હસને પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવાની સાથે પોતાના બોયફ્રેન્ડ શાંતનુ હજારીકાને આખી દુનિયા સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવ્યો છે. આ બર્થ ડે પાર્ટીમાં મહેમાન અને ફ્રેન્ડ તરીકે સાઉથ ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા પણ હાજર રહી હતી. તો અમે તમને શ્રુતિ હસનની બર્થ ડે પાર્ટીના ઇનસાઇડ ફોટો બતાવીએ.

શ્રુતિ હસને ખુલીને કર્યો પ્રેમનો ઇઝહાર
સાઉથ ફિલ્મની એક્ટ્રેસ શ્રુતિ હસને હાલમાં જ આ વાતની માહિતી પોતાના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી કે તે બીજીવાર પ્રેમમાં પડી છે. હવે જન્મદિવસના દિવસે શ્રુતિ હસને આખી દુનિયાને તેના બોયફ્રેન્ડ વિશે જણાવ્યું છે.

કોણ છે શાંતનુ હજારીકા?
શ્રુતિ હસનનો બોયફ્રેન્ડ શાંતનુ હજારીકા એક જાણીતો ડૂડલ આર્ટિસ્ટ છે. જેમને વર્ષ 2014માં બેસ્ટ ડૂડલ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો હતો.

ડૂડલ આર્ટિસ્ટ શાંતનુ હજારીકા પર આવ્યો શ્રુતિ હસનને પ્રેમ
હવે એક્ટ્રેસ શ્રુતિ હસન શાંતનુ હજારિકાના પ્રેમમાં પડી છે. તેમની પાર્ટીના ઇનસાઇડ ફોટો આ વાતની ચાડી ખાઈ રહ્યા છે.

તમન્ના ભાટિયા બની શ્રુતિ હસન અને શાંતનુના નામ પ્રેમની સાક્ષી
શ્રુતિ હાસનની બર્થ-ડે પાર્ટીમાં સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ મહેમાન બનીને આવી હતી. જ્યાં દરેકે ખૂબ જ મસ્તી કરી.

તમન્ના ભાટિયાએ આ રીતે બતાવ્યો પ્રેમ
આ દરમિયાન તમન્ના ભાટિયાએ શ્રુતિ હસન સાથે ક્વોલિટી ટાઇમ પસાર કર્યો અને કંઈક આ રીતે પ્રેમ વ્યક્ત કર્યો હતો.

એક જ ફોટો ફ્રેમમાં જોવા મળ્યા બે સુપરસ્ટાર
ઉલ્લેખનીય છે કે શ્રુતિ હસન અને તમન્ના ભાટિયા બંને સાઉથની ખૂબ જ જાણીતી એક્ટ્રેસમાંથી એક છે. સાથે જ બંને એકબીજાની સારી ફ્રેન્ડ પણ છે. એવામાં બંને એક જ ફ્રેમમાં એક સાથે જોવું તેમના ફેન્સ માટે વિઝ્યુઅલ ટ્રીટ છે.

ક્રૈક સ્ટારે મસ્ત અંદાજમાં કર્યુ ફેન્સને થેંક યુ
તેલુગુ ફિલ્મ ‘ક્રૈક’ની લેડી સ્ટાર શ્રુતિ હસને બર્થ ડે બેશ પછી પોતાના ચાહકોને કંઈક આ અંદાજમાં થેંક્યુ કહ્યું હતું.

You cannot copy content of this page