Only Gujarat

Business FEATURED

લાડલાએ ભણવા અંગે કર્યો એવો સવાલ કે નીતા-મુકેશનો જવાબ સાંભળી તમેય વિચારતા થઈ જશો!

મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફક્ત તેમના બિઝનેસ સેંસને લઈને જ સમાચારોમાં નથી રહેતા. પરંતુ તેમની પેરેંટિંગ સ્ટાઈલને લઇને ઘણી વખત મીડિયાની હેડલાઇનમાં પણ રહે છે. મુકેશ અંબાણીએ તેમના ત્રણ બાળકોને ક્યારેય ખ્યાલ ન આવવા દીધો કે તેમની પાસે ઘણા પૈસા છે. અંબાણી દંપતીએ ખુદ પોતાના ઘણા ટીવી ઇન્ટરવ્યુમાં આ કહ્યું છે. ચાલો જાણીએ મુકેશ અંબાણી બાળકોને ઉછેરવા વિશે શું વિચારે છે:

મુકેશ અંબાણીએ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું,કે બાળકોમાં કંઈક એક્ટ્રા તો હોવું જ જોઈએ પરંતુ શિક્ષણનાં ભોગે નહી.

મુકેશ અંબાણીએ કહ્યું કે તેના ત્રણ બાળકો આ વાતને સમજતા હતા અને તેઓ ક્યારેય ટોપર નહોતા પરંતુ તેમના ફંડામેન્ટલ્સ હંમેશા સ્પષ્ટ હતા.

મુકેશ અંબાણીએ એક ઘટના સંભળાવી જ્યારે તેના મોટા દીકરા આકાશે એક દિવસ તેમને પૂછવાનું શરૂ કર્યું કે પાપા કેલ્ક્યુલેટર છે ત્યારે આપણે ટેબલ કેમ યાદ રાખીએ છીએ.

આકાશના પ્રશ્નના જવાબ આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે, બેટા આપણે એટલા માટે યાદ કરીએ છીએ, જેથી બધુ જ આપણા મગજમાં જ સેટ થઈ જાય.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેમના આ ખુલાસાની આકાશ પર એટલી અસર થઈ છે કે, તે સૂતા પહેલા બધા ટેબલ, ગુણાકાર અને ભાગાકારને યાદ કરીને દરરોજ રાત્રે સૂતો હતો.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી જણાવે છે કે, બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવા માટે તેઓ પણ બાળકો સાથે ભણતા હતા.

You cannot copy content of this page