Only Gujarat

Bollywood

‘તારા સિંહ’ ને ‘સકીના’ની ‘ગદ્દર’ની છે આ ખાસ વાતો, નહીં જ ખબર હોય એ નક્કી

મુંબઈઃ હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર અને ભાજપના સાંસદ સની દેઓલ તેમનો જન્મદિવસ 19 ઑક્ટોબરે ઉજવશે. સની દેઓલ બોલિવૂડના તે કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મી પડદા પર પોતાની અલગ છાપ છોડી છે. ફિલ્મમાં તેમના ગુસ્સાવાળા અંદાજને લોકો આજે પણ યાદ કરે છે. સની દેઓલે બોલિવૂડમાં એકથી એક ફિલ્મો આપી છે. જેમાંથી એક ફિલ્મ ‘ગદ્દરઃ એક પ્રેમ કથા’ છે. તો અમે તમને સની દેઓલના જન્મદિવસના અવસરે ફિલ્મ ‘ગદ્દર’ સાથે જોડાયેલી કેટલીક અજાણી વાત જણાવીએ.

ફિલ્મ ‘ગદ્દર’ સની દેઓલના કરિયરની શાનદાર ફિલ્મ છે, પણ હિન્દી સિનામાની એક ઐતિહાસિક ફિલ્મ પણ છે. આ ફિલ્મ વર્ષ 2001માં સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. ‘ગદ્દર’માં સની દેઓલ સાથે અમીષા પટેલ અને અમરીશ પુરી સહિત ઘણાં દિગ્ગજ કલાકાર મુખ્ય રોલમાં હતાં. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું હતું. ‘ગદ્દર’ જોનારા ઘણાં ઓછા દર્શકોને એ વાતની ખબર નહીં હોય કે, આ ફિલ્મ બ્રિટિશ આર્મીના પૂર્વ સૈનિક બૂટા સિંહની વાત પર આધારિત છે.

બૂટા સિંહને રિઅલ જિંદગીમાં આઝાદી પછી થયેલાં રમખાણો દરમિયાન એક મુસ્લિમ છોકરી સાથે પ્રેમ થયો અને પછી લગ્ન કર્યાં હતાં. થોડાં સમય પછી જ્યારે છોકરી તેના પરિવારને મળવા માટે પાકિસ્તાન ગદઈ તો તેને પાછી બૂટા સિંહ પાસે આવવા દીધી નહોતી. આ પછી બૂટા સિંહ પોતાની પત્નીને મળવા માટે ગેરકાયદે પાકિસ્તાનમાં ઘૂસી ગયાં હતાં. જે ‘ગદ્દર’ ફિલ્મની વાર્તામાં બતાવવામાં આવ્યું છે.

ફિલ્મ ‘ગદ્દર’ માટે ન તો સની દેઓલ અને ન તો અમીષા પટેલ પહેલી પસંદ હતાં. ફિલ્મના નિર્દેશકે આ ફિલ્મ માટે સૌથી પહેલાં ગોવિંદા અને કાજોલનો સંપર્ક કર્યો, પણ આ બંને કલાકારોએ ફિલ્મ ‘ગદ્દર’ કરવાની ના પાડી દીધી હતી. વર્ષ 2001માં જ્યારે ફિલ્મ ‘ગદ્દર’ જ્યારે સિનેમાઘરમાં રિલીઝ થઈ તો નવો રેકોર્ડ બની ગયો. આ ફિલ્મની તે સમયે 10 કરોડ ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ફિલ્મ ‘ગદ્દર’ ભારતમાં સૌથી વધુ જોવાનારી ફિલ્મમાંથી એક છે.

‘ગદ્દર’ ફિલ્મમાં ઘણાં સીનને ખૂબ જ મહેનતની સાથે ફિલ્માવવામાં આવ્યાં હતાં. જેમાંથી એક સીન ફિલ્મની શરૂઆતમાં રેલવે સ્ટેશનનો છે. આ સીન ફિલ્માવવા માટે અસલી રેલવેના એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સીન દિલ્હીના રેલ મ્યૂઝિયમમાં ફિલ્માવવામાં આવ્યો હતો. સાથે મ્યૂઝિયમને વર્ષ 1940ના અમૃતસર રેલવે સ્ટેશનમાં બદલવામાં આવ્યો હતો.

You cannot copy content of this page